તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુજ્યાં શિવના નાદ, નીકળી શાહી સવારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાબરકાંઠાઃ ઓમ નમ: શિવાયના નાદથી શિવાલયો ગૂંજયા
- જિલ્લાના વિવિધ સ્થળે શોભાયાત્રા, લોકમેળો અને ચાર પ્રહરની પૂજા કરાઇ :બરફના શિવલીંગ બનાવાયા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો ઓમ નમ: શિવાય અને હર હર ભોલે, ભમ ભમ ભોલેના નાદથી ગૂંજી ઉઠયા હતા. તેમજ કેટલેક ઠેકાણે ચાર પ્રહરની પૂજાનું આયોજન કરાયુ હતું. હિંમતનગર પાસે આવેલા બેરણા સ્થિત કંટાળેશ્વર મહાદેવમાં સવામણ રૂમાંથી બનાવાયેલી રૂની દીવેટને પ્રજજવલિત કરાતા પરિસર નમો: શિવાયના નાદથી ગૂંજી ઉઠયુ હતું. તેજ પ્રમાણે ભોલેશ્વર મહાદેવ, મહેતાપુરાના ઝરણેશ્વર મહાદેવ, બગીચા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવમાં પૂજા-અર્ચનાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
ભિલોડા તાલુકાના ટોરડા પાસે આવેલ અચલેશ્વર સ્વયંભૂ મંદિરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે સ્વામી દાણપ્રસાદદાસજી અને તુલસીદાસજી મહારાજ દ્વારા સત્સંગ સમારોહ, ભજન-કર્તિનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી દ્વારા લોકોને વ્યસન મુકિત વિશે માર્ગદર્શન અપાયુ હતું. તેજ પ્રમાણે ભિલોડા પાસેના નવાભવનાથ શિવ મંદિરે લોકમેળો ભરાયો હતો. જે નિમિત્તે શિવજીને શણગાર કરાયો હતો. દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. મંદિરના ચંદ્રવદન રાવલ, અનિલભાઇ જીવરામ રાવલ, જયેશભાઇ રાવલ, વસંતલાલ રાવલ, ભાઇશંકર રાવલ સહિ‌તના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
વડાલી તાલુકાના તમામ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે શિવભકતોની ભીડ રહી હતી. શ્રધ્ધાળુઓએ મહાદેવને બીલીપત્ર, દૂધ, ઘી, માખણનો અભિષેક કર્યો હતો.પર્વને લઇ શિવાલયોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. કેટલાક શિવાલયોમાં શિવરાત્રીનો ઉપવાસ કરનાર ભકતો માટે શક્કરીયાનો ફરાર પણ રાખવામાં આવ્યો હતો. આ પર્વને લઇ શિવાલયોમાં ભકતો હર હર મહાદેવના નાદ લગાવતા વાતાવરણ ભકિતમય બની ગયુ હતું. શહેરના વૈજનાથ મહાદેવ, શારણેશ્વર મહાદેવ, ચામુંડામાતા મંદિર, મહાદેવ મંદિરમાં ભકતોની ભીડ રહી હતી.
પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલ બ્રહ્માકુમારીઝ સંચાતિલ પ્રભુ મિલન ધામમાં શિવરાત્રી નિમિત્તે બરફના શિવલીંગ બનાવાયા હતા. ઉપરાંત શિવ દર્શન અંતર્ગત આધ્યાત્મિક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. તેમજ પરિવાર દ્વારા શિબિર યોજાઇ હતી. તેજ પ્રમાણે માર્કકંડેશ્વર મહાદેવ, મોયદના સાગમેશ્વર, ગલતેશ્વર, સલાલ, વદરાડ સહિ‌તના સ્થળે શિવમંદિરોમાં પૂજા-અર્ચના તથા શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. તેમજ માર્કકંડેશ્વર મહાદેવ ખાતે ધજા રોહણ અને પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
વિજયનગર તાલુકાના વિરેશ્વર, શારણેશ્વર, ચિઠોડા, દઢવાવ, બાલેટા અને નિલકંઠ મહાદેવમાં શિવરાત્રીની ઉજવણી નિમિત્તે અભિષેક યજ્ઞ તથા પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હેંમત શાસ્ત્રી અને રવિશંકરજીએ પૂજા કરાવી હતી. વિજયનગર યુવા મિત્ર મંડળ દ્વારા શારણેશ્વર ખાતે કચ્છી કંપાના સહયોગથી મહાપ્રસાદ અપાયો હતો. નિલકંઠ મહાદેવ ખાતે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ગજેન્દ્રસિંહજી વંશ, રાકેશ ભગોરા, પ્રકાશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
- શિવભકતોએ ભગવાન ભોળાનાથને વિશેષ પૂજા-અર્ચનાથી રીઝવ્યા
દેવાધી દેવ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી તેઓની કૃપાપાત્ર થવાનું મહાશિવરાત્રી પર્વ મોડાસા સહિ‌ત સમગ્ર પંથકમાં શ્રધ્ધાભેર ઉજવાયું હતું પંથકના શિવાલયો વહેલી સવારથી જ શિવભકતોથી ઉભરાયા હતા. મોડાસા પંથકના કાશી વિશ્વનાથ મહાદેવ,ગેબીનાથ મહાદેવ,રામનાથ મહાદેવ(બાજકોટ),પશુપતિનાથ મહાદેવ(પાલનપુર),લંકેશ્વર મહાદેવ(જાલોદર) ર્તીથેશ્વર મહાદેવ(સાઇમંદિર),વૈજનાથ મહાદેવ(ઓધારી મંદિર) પંચમુખી મહાદેવ(વડેશ્વરમદિર),કુભેરા મહાદેવ(શામપુર),આસુતોષ મહાદેવ(રખીયાલ),કાલીન્દર મહાદેવ (શીણોલ) સહિ‌તના શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી.
જળ,દૂધ,દહી,મધ,શેરડીનોરસ,ગાયનું ઘી,સાકર સહિ‌ત બીલ્વપત્રનો અભિષેક અને લઘુરૂદ્ર યોજવામાં આવ્યા હતા. નાથ સંપ્રદાયના સાધુ રામનાથ મહારાજ અને ગેબીનાથ મહારાજ દ્વારા મોડાસા પંથકના બાજકોટ અને માજુમ નદી કાઠે પ્રગટેલા સ્વંયભૂ શીવલીંગની પૂજા કરી બનાવાયેલ રામનાથ મહાદેવ,ગેબીનાથ મહાદેવ મંદિરે શિવભકતોની ભારે ભીડ જામી હતી.મહાશિવરાત્રી પર્વે પરંપરાગત રીતે યોજાતા મેળાઓથી ગેબીનાથ મંદિર અને વિરેશ્વર મહાદેવ(મહાદેવપુરા) ભારે ભીડ વર્તાઇ હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો