• Gujarati News
  • SameerBag Mirza Arrested In Prakash Chodury Murder Case

પ્રકાશ ચૌધરી અપહરણ-ખૂનકેસમાં વોન્ટેડ સમીરબેગ મીરજા ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાલનપુર પોલીસે ઝડપેલા સમીરબેગને ટ્રાન્સફર વોરંટથી ઊંઝા લવાયો

મહેસાણા: ઊંઝા તાલુકાના ઐઠોર ગામના પ્રકાશ ચૌધરીના અપહરણ વીથ મર્ડર કેસમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ પોરિયા ગેંગના સમીરબેગ મીરજાની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં પાલનપુર એલસીબી પોલીસે ઝડપેલા મહેબુબ કાંગારૂ ગેંગમાં સમીરબેગનું ખાસ સ્થાન હતું.

ઉનાવા હાઇવે પર ગત 27 જૂન,2012ના રોજ બાઇક પર જઇ રહેલા પ્રકાશ ચૌધરીના અપહરણ બાદ હત્યાના બહુચર્ચિત કેસમાં મહેસાણા એલસીબી પોલીસે અગાઉ કુખ્યાત રજાક ઉર્ફે પોરિયા ગેંગના 17 સાગરિતોને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો સમીરબેગ યાકુબબેગ હુસેનબેગ મીરજા તાજેતરમાં હથિયારો સાથે પાલનપુર એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. પોરિયાના મોત બાદ તેનો જમણો હાથ મનાતા મહેબુબ કાંગારૂએ બનાવેલી ગેંગમાં સક્રિય ભૂમિકા ભજવનાર સમીરબેગ યાકુબબેગને ઊંઝા પોલીસ ટ્રાન્સફર વોરંટથી લઇ આવી તપાસનો દોર લંબાવ્યો છે.