મહેસાણાના રસ્તાઓ પર ‘ગાબડાંરાજ'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવા બનાવેલા રસ્તા ઉપર પણ ભૂવા પડી જતાં લોકો હેરાન
- સોસાયટીઓના રસ્તાઓની હાલત સાવ ખરાબ


ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટ અને વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થાના અભાવને લઈને શહેરમાં ખાબકેલા ભારે વરસાદે શહેરને નકૉગાર સમાન બનાવી દીધું છે. તાજેતરમાં જ બનાવેલા નવા પેવર રોડમાં પણ ભૂવા પડી તૂટી ગયા છે તો પથ્થર પીચગ કરેલા માર્ગોમાં પણ મોટાં ગાબડાં પડી ગયાં છે.

બીજી તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોઈ કેટલીય સોસાયટીઓમાં પાણી ભરાયાં છે તો સોસાયટીઓના તૂટેલા રસ્તાઓમાં પર ભૂવા અને કાદવ-કીચડના કારણે અવર-જવર મુશ્કેલ બનતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને પાલિકાના પ્રિમોનસૂન પ્લાનની નિષ્ફળતા મુદ્દે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનિય છે કે, શહેરના ટીબી રોડ પર પ્રજાપતિ વાડી પાછળ પડેલા મોટા ગાબડામાં ગુરુવારે રાત્રે બે ગાયો પડી ગઈ હતી. જેમાંથી એકને મહામહેનતે બચાવી લેવાઈ હતી. પરંતુ એકનું મોત થયું હતું.