મહેસાણા: શાકભાજીના છુટક ભાવ હોલસેલ કરતાં બમણાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓકટોબરની સાપેક્ષમાં નવેમ્બર માસમાં શાકભાજીના ભાવ અડધા ગગડ્યા :બટાકાના કિલોના 30થી40 રૂપિયા
મહેસાણા: દિવાળીના તહેવાર બાદ શિયાળાના પ્રારંભે શાકભાજીના ભાવ ઉતર્યા છે. ગત ઓક્ટોબર મહિનાની સરખામણીએ હાલમાં શાકભાજીના ભાવ અડધા ગગડ્યા છે. જોકે આમ છતાં છુટકમાં હજુ પણ શાકભાજી હોલસેલની સરખામણીએ બમણા ભાવથી વેચાઇ રહ્યું છે.શહેરના હોલસેલ શાકમાકેર્ટમાં વેચાતા શાકભાજી અને બહાર લારીમાં છુટકમાં વેચાતા શાકભાજીના ભાવમાં બમણાથી પણ વધુનો તફાવત જોવા મળી રહ્યો છે. મરચાંનો 20 કિલોના સરેરાશ ભાવ રૂ.375 બોલાઇ રહ્યો છે તો આ જ મરચાં છુટકમાં 10 રૂપિયે 250ગ્રામ વેચાય છે.
20 કિલો લીબુંનો ભાવ રૂ.370 ભાવની સામે છુટકમાં તે 10 રૂ.250 વેચાય છે. આ રીતે બધા જ શાકભાજીના હોલસેલ ભાવ કરતાં બમણા કે તેથી ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે. જોકે ગત ઓક્ટોબર માસમાં આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ શિયાળાના પ્રારંભે હાલમાં અડધા ગગડ્યા છે. જેને પગલે ગૃહિણીઓને કેટલેકઅંશે રાહત થવા પામી છે. જોકે શાકભાજીનો રાજા કહેવાતા બટાકા ગૃહિણીઓને રડાવી રહ્યા છે. સામાન્ય રીતે 20 રૂપિયે કિલો મળતા બટાકા હાલમાં 30થી40 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.
અમને પણ માંડ બે પૈસા જ મળે છે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...