રેશનકાર્ડ માટે અરજદારોની ધક્કામુક્કી,પોલીસ બોલાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રેશનકાર્ડ માટે અરજદારોની ધક્કામુક્કી,પોલીસ બોલાવાઇ
- મહેસાણા મામલતદાર કચેરીમાં સવારથી લાઇનમાં ઊભા રહેલા અરજદારોની ધીરજ ખૂટતાં થયેલી બબાલ
- રેશનકાર્ડ વભાજની સાવ ધીમી ગતિથી હાલાકી
- લાંબી લાઇનમાં અરજદારો વચ્ચે તુ..તુ..મે..મે..
- પોલીસ અરજદારોને હોમગાર્ડને સહારે છોડી ગઇ


મહેસાણા : મહેસાણા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ માટે સવારથી લાંબી લાઇનો લાગે છે ત્યારે ગુરુવારે લાંબી કતાર લગાવીને ઉભેલા અરજદારોમાં શરૂ થયેલી ધક્કામુક્કીને પગલે થયેલી બબાલ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસ બોલાવવી પડી હતી. જોકે, પોલીસ ઝઘડતા અરજદારોને હોમગાર્ડને સહારે મૂકીને ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે,રેશનકાર્ડ વિભાજન માટે અરજદારો સવારથી લાઇનમાં રહી જાય છે, પરંતુ ફોર્મ સમયસર ઓનલાઇન નહીં થવાના કારણે લોકોએ કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડે છે.
મહેસાણા મામલતદાર કચેરીમાં નવા રેશનકાર્ડ મેળવવાથી માંડી નામ કમી, નામનો ઉમેરો, વિભાજીત રેશનકાર્ડ સહિતના કામ અર્થે અરજદારોની સવારથી લાંબી લાઇનો લાગે છે. ગુરુવારે વહેલો નંબર આવવાની હોડમાં કેટલાક અરજદારો સવારે 10.30 કલાકથી અત્રેની કચેરીએ લાઇનમાં ઉભા રહી ગયા હતા. દરમિયાન બપોરે 3.30 કલાકે લાંબી કતાર લગાવીને ઉભેલા અરજદારોમાં શરૂ થયેલી ધક્કામુક્કીને પગલે વાતાવરણ ડોહરાયું હતું. સાથે કેટલાક અરજદારોએ લાઇનમાં વચ્ચેથી આવીને ઉભા રહી જવાના મુદ્દે વિફરેલા કેટલાક અરજદારોએ મચાવેલા હંગામાને પગલે અત્રેની કચેરીમાંથી શહેર એ ડીવીજન પોલીસને ફોન કરીને પોલીસ મોકલવા જાણ કરી હતી.
જેને પગલે અહી આવેલી પોલીસે રોષે ભરાયેલા અરજદારોને શાંત પાડી બે હોમગાર્ડને અત્રેની કચેરીમાં મુકીને ચાલતી પકડી હતી. નોંધનીય છે કે,રેશનકાર્ડ વિભાજનના રોજના 25થી વધુ ફોર્મ અરજદારો લઇ જાય છે ત્યારે તે ફોર્મ સમયસર ઓનલાઇન ન થવાના કારણે વિભાજનની કામગીરી ખોરવાઇ છે.