શાળાનાં આચાર્યાનાં ઘરમાં ઘૂસી ઈજ્જત લેવાનો પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શાળાનાં આચાર્યાની ઈજ્જત લેવાનો પ્રયાસ થતાં ચકચાર
- અગાઉની અદાવતમાં સસ્પેન્ડેડ શિક્ષકના કહેવાથી અન્ય શિક્ષકે પ્રયાસ કર્યો હોવાનો મહિ‌લાનો આક્ષેપ

કડી તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાનાં આચાર્યા મહિ‌લાના ઘરમાં ઘુસી એક સસ્પેન્ડેડ શિક્ષકના કહેવાથી બીજા શિક્ષકે તેણીની ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે મહિ‌લાએ બંને વિરુદ્ધ બાવલુ પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં મહિ‌લા રવિવારે સવારે ૧૦ કલાકે પોતાના ઘરમાં હતાં ત્યારે ધરમપુરના પટેલ હસમુખભાઈ મણીલાલના કહેવાથી પટેલ અંકિતભાઈ ગોવિંદભાઈએ તેણીના ઘરમાં પ્રવેશ કરી તેણીની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ મહિ‌લાએ બુમાબુમ કરતાં પડોશમાં રહેતાં તેણીનાં સાસુ અને દેરાણી સહિ‌ત દોડી આવતાં આ શખ્સ અપશબ્દો બોલી મહિ‌લા તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ અંગે મહિ‌લાએ બાવલુ પોલીસમાં કલોલના આરસોડિયા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ અંકિતભાઇ ગોવિંદભાઇ તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિ‌તા મામલે સસ્પેન્ડ થયેલા શિક્ષક પટેલ હસમુખભાઇ મણીલાલ વિરુદ્ધ અગાઉની અદાવત રાખી તેમણે આવું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ દેસાઈએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઇજ્જત લેવાનો પ્રયાસ કરનારા શીક્ષક સામે કડક પણે કાર્યવાહી થવી જોઇએ.શાળામાં બાળકોને શિક્ષકો દ્વારા સમાજની બદીઓને દૂર કરવા અને દેશમાં સારા નાગરિક બને તે માટે બાળકોને શિક્ષણ અપાય છે ત્યારે આવા અમાનવીય કિસ્સાને પગલે બાળકોને માસન પર તેની આડ અસર થતી હોય છે.