તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસોડાની આધેડ મહિ‌લાની હત્યાના કેસમાં બેને આજીવન કેદની સજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સવા બે વર્ષ પૂર્વે દેવડા ગામની સીમમાં લૂંટ ચલાવી મહિ‌લાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી
- અઠવાડિયા બાદ મહિ‌લાની કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
વિજાપુર તાલુકાના આસોડા ગામની આધેડ મહિ‌લાની દેવડા ગામની સીમમાં હત્યાની ઘટનામાં ઝડપાયેલા બે આરોપીઓને મંગળવારે મહેસાણા પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ સેસન્સ કોર્ટે કસુરવાર ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફરમાવી છે. આ ચકચારી કિસ્સાની વિગત એવી છે કે, વિજાપુર તાલુકાના આસોડા ગામે પોતાના પુત્ર અશોકભાઈ સાથે રહેતાં રાવળ હતીબેન રવાભાઈ (ઉં.વ.૪પ) ૨૬-૧૧-૧૧ની સવારે અમદાવાદ રહેતા પુત્ર નરેશકુમારના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં.
જો કે, તેણી અમદાવાદ ન પહોંચતાં બંને પુત્રોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અઠવાડિયા બાદ નજીકના દેવડા ગામની સીમમાં લીંબોડીના ખેતરમાંથી તેણીની કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે લાશ હતીબેનની જ હોવાનું ડીએનએ ટેસ્ટમાં ખૂલ્યું હતું. જેને પગલે રાવળ નરેશભાઈ રવાભાઈએ વસાઈ પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ દરમિયાન શંકાના આધારે ગામના જ બે શખ્સો ઠાકોર ધર્મેન્દ્રજી રણછોડજી તથા રાવળ વિજયકુમાર પશાભાઈની અટક કર્યા બાદ કડક પૂછપરછ કરતાં તેઓએ હતીબેનની કુહાડી મારીને હત્યા કરી તેમના શરીર પરના દાગીનાની લૂંટ કરી લાશ ફેંકી દીધી હોવાનું ખૂલ્યું હતું. આ કેસમાં ફરિયાદી તરફે સરકારી વકીલ જે.સી.ગોસ્વામીએ કરેલી દલીલો, ૧૭ સાક્ષીની તપાસ તથા ૩૭ દસ્તાવેજી પુરાવાના આધારે મંગળવારે મહેસાણાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ વી.એસ.દવેએ ઉપરોક્ત બંને આરોપીઓને કસુરવાર ઠેરવી દરેકને આજીવન કેદ સહિ‌તની સજાનો હુકમ કર્યો હતો.
- ક્રિ.પ્રો.કોડની કઈ કલમ હેઠળ દરેક આરોપીને કેટલી સજા?
કલમ ૩૦૨, ૧૨૦-બી : આજીવન કેદ તથા રૂ.પ૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ
કલમ ૩૯૭, ૧૨૦-બી : ૭ વર્ષની સખત કેદ તથા રૂ.પ૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ
કલમ ૨૦૧ : પ વર્ષની સખત કેદ તથા રૂ.૩૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ
જો કે, મુખ્ય સજાઓ દરેક આરોપીએ એક સાથે ભોગવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો