તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીંબામાં મંદિર તોડવા આવેલી ટીમનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અધિકારીઓને ઘેરી લઇ હોબાળો મચાવતાં તંત્રની પીછેહઠ

સતલાસણા તાલુકાના ટીંબાની સીમમાંથી પસાર થતા અંબાજી માર્ગને અડીને આવેલા શીતળા માતાનું મંદિર દબાણમાં હોવાનું જણાવી મંગળવારે વહિ‌વટી તંત્ર મંદિર તોડવા આવતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેમાં મામલો ગરમાતાં અંતે સરપંચ સહિ‌ત અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગે મંદિર તોડવાનું પડતું મક્યું હતું.

તારંગાજી હીલ ચઢવાના માર્ગની સામેથી પસાર થતા અંબાજી તરફના માર્ગને અડીને વળાંકમાં આવેલા શીતળા માતાના મંદિર સાથે ટીંબા આસપાસના ૩૦થી વધુ ગામના લોકો આસ્થા ધરાવે છે. તાજેતરમાં ટ્રકની ટક્કરથી મંદિર તૂટી જતાં ટ્રકચાલકનું મોત થયું હતું. જોકે, ટ્રકમાલિકે મંદિર નવું બનાવી આપ્યું ત્યારે માર્ગ અને મકાન વિભાગ ચૂપ બેઠો હતો.

આ ઘટનાના એક માસ બાદ અચાનક વહિ‌વટી તંત્રને ફરજનું ભાન થતાં મંગળવારે સવારે મહેસાણાના માર્ગ અને મકાન વિભાગના ઇજનેર એમ.એમ. પંડયા, સતલાસણાના મામલતદાર કુ. એસ.એચ. વર્મા, પીએસઆઇ એચ.કે. ગોહીલ સહિ‌ત કાફલા સાથે ટીંબા દોડી આવ્યા હતા અને મંદિર દબાણમાં આવતું હોવાનું જણાવી મંદિરમાંથી માતાજીની પ્રતિમા, અખંડ દીધો બહાર કાઢી તેને જેસીબીથી તોડી પાડવાનો આદેશ કરતાં ગ્રામજનોએ મંદિર તોડવા અવેલા અધિકારીઓને ઘેરી લીધા હતા અને ઉગ્ર વિરોધ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.