ગુજરાતી પૂજા પટેલનો ચીનમાં ડંકો: યોગની સ્પર્ધામાં સુવર્ણ, કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ચીનમાં યોજાયેલી યોગસ્પર્ધામાં વિજેતા બની દેશનું ગૌરવ વધાર્યું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 25, 2014, 03:14 AM
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(તસવીરમાં પુજા પોતાની સંપુર્ણ સ્ટાફની સાથે)
- કડીની પૂજા પટેલે યોગની આતંરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યો
- ચીનમાં યોજાયેલી યોગસ્પર્ધામાં વિજેતા બની દેશનું ગૌરવ વધાર્યું
કડી: બહુચરાજી તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ-9માં અભ્યાસ કરતી પૂજા પટેલે ચીનમાં યોજાયેલી યોગાસનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ બે સ્પર્ધાઓમાં સુવર્ણ તેમજ કાંસ્ય ચંદ્રક મેળવતાં પંથકમાં ગૌરવની લાગણી સાથે આનંદ પ્રસર્યો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા તેણીને કોઈ માર્ગદર્શન કે સહાય ન અપાઈ હોવાનો વસવસો શાળા સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.

બહુચરાજી તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પટેલ ઘનશ્યામભાઈ સોમાભાઈની પુત્રી પૂજા પટેલ નાની કડી સ્થિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેઘના કેમ્પસની સંસ્કાર કન્યા વિદ્યાલયમાં ધો.9માં અભ્યાસ કરે છે. પૂજા યોગમાં વિશેષ રૂચિ ધરાવતી હોઈ તાલુકા, જિલ્લા ક્ષેત્રે ઉત્તીર્ણ થઈ યોગમાં પરિપક્વ બની હતી. જો કે, સામાન્ય ખેડૂત પરિવારની પુત્રીને અભ્યાસ કરાવવામાં પણ તેના પિતાને ફાંફાં પડી જતાં હોય ત્યાં રમત-ગમત ક્ષેત્રે પુત્રીની કારર્કીર્દિ બનાવવી મુશ્કેલ હતી.

પરંતુ પૂજા પટેલની યોગક્ષેત્રે લગન અને કંઈક કરી બતાવવાની ખુમારીએ શાળા સંકુલના ટ્રસ્ટીઓનું ધ્યાન ખેંચતાં ટ્રસ્ટ અને શાળા સંકુલના સહકારથી તેણી રાજ્ય ક્ષેત્રે અને નેશનલ કક્ષાએ ઝળક્યા બાદ તાજેતરમાં 19મીથી 21મી સપ્ટેમ્બરે ચીનના શાંઘાઈ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગાસનની સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી.આ સ્પર્ધામાં વિવિધ દેશોમાંથી આવેલા 300 જેટલા સ્પર્ધકોને હંફાવી પૂજા પ્રથમ વિજેતા બની અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે અન્ય મ્યુઝીકલ યોગામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.
વાંચો આગળ, પુજાએ બે બે મેડલ પ્રાપ્ત કર્યા, શાળામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, ટ્રસ્ટ અને નિયામકની મદદ વગર પુજાનો વિકાસ શક્ય જ નહોતો ....

Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(તસવીરમાં શાળાનાં શિક્ષક સાથે પુજા પટેલ)
 
બે-બે મેડલ મેળવીને પૂજા પટેલ બુધવારે કડી પરત આવતાં તેનું વિદ્યાલયમાં તેનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું. કેમ્પસના નિયામક મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરીક સહકારી બેંકના ડીરેકટરો તરફથી રૂ.75 હજારની સહાયથી ટ્રસ્ટ અને શાળા પરિવાર દ્વારા પૂજા પટેલના ચીનના વીઝા અપાવવા સહિતની કરેલી કાર્યવાહી રંગ લાવી છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારનું માર્ગદર્શન કે સહાય પણ ન મળ્યાનો તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જનાર તમામને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર બોલાવી શુભેચ્છા પાઠવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

 ટ્રસ્ટ, નિયામક અને શાળા પરિવાર દ્વારા મદદ ન થઈ હોત તો પૂજા વિજેતા ન બની હોત : પૂજાના પિતા
 રાજ્ય સરકારે માત્ર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગાસન સ્પર્ધામાં જવા માટેની મંજુરી આપી હતી તે સિવાય કોઈપણ પ્રકારનું માર્ગદર્શન કે સહાય પણ આપ્યું નહોતું. મારા જેવા સામાન્ય એડૂત માટે આ બધુ કરવું અશક્ય હતું કહીંને પૂજાના પિતા ઘનશ્યામભાઈ પટેલે શાળા સંકુલના ટ્રસ્ટીઓ, નિયામક, શિક્ષકો સહિત શાળા પરિવાર અને કડી નાગરીક બેંકના ડીરેક્ટરોને પૂજાની ઝળહળતી સફળતાના સહભાગી ગણાવ્યા હતા.
 
પુજા પટેલની વધારે તસ્વીરો જોવા માટે સ્લાઇડ બદલો ....
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(પોતાનાં તમામ શિક્ષકો સાથે પુજા પટેલ)
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(પોતાની સાથી મિત્રો સાથે પુજા પટેલ)
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(પુજા પટેલ પોતાનાં મેડલની સાથે)
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
(પુજા પટેલને પ્રાપ્ત થયેલ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા)
X
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
Pooja Patel, yoga, gold and bronze medalist in international competition
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App