92 લાખના હવાલા કૌભાંડમાં મહેસાણા, ઊંઝા, ગાંધીનગરના યુવાનોની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુર: જોધપુરની સરદારપુરા પોલીસે શનીવારે બી રોડ પર આવેલા મકાનના પ્રથમ માળે ચાલતી ઓફિસે રેડ કરી 92 લાખ રૂપિયાની રસીદો જપ્ત કરી ગુજરાતના ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી. તેમજ આ યુવકો પાસેથી 1.30 લાખની રોકડ પણ કબજે લીધી હતી.તેમજ પોલીસે આયકર વિભાગને જાણ કરી કાર્યવાહી કરવા તેમજ આ કરાેબારમાં જોડાયેલા અન્ય વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ અધિકારી કીશોરસિંહે જણાવ્યું હતું કે શનિવારે જોધપુરના બી રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે હવાલા કારોબાર ચાલી રહ્યો છે તેવી માહિતી મળતાં સાંજે અહીંયા રેડ કરી મહેસાણાના હીતેશભાઈ નવરત્નભાઈ,તેમજ ઊંઝાના વિપુલભાઈ અમૃતભાઈ તેમજ ગાંધીનગરના જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ ની ધરપકડ કરી હતી. આ દરમિયાન અહીંયા 92 લાખના કરેલા વ્યવહારની રસીદ મળી આવી હતી. આ રસીદ પર જે લોકોને પૈસા આપવામાં આવ્યા હતા એમની સહી પણ હતી. પકડાયેલા ત્રણેય જણાએ જણાવ્યું હતું અમદાવાદમાં રહેતા દિનેશભાઈ આ કારોબાર ચલાવે છે. જે લોકોને શનિવારે નાણા આપવામાં આવ્યા હતા તેમની તપાસ હાથ ધરવામાં આવી છે.