સામાજિક પરિવર્તનઃ મહેસાણામાં પટેલ યુવકના દલિત યુવતી સાથે \'મંગળફેરા’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રેરક કિસ્સો: રૂઢિચુસ્ત પરિવારો અને સમાજો માટે દિશાપ્રેરક કિસ્સો : ઊંઝાનો યુવાન અને મહેસાણાની યુવતી લગ્નના બંધને બંધાયાં

ઊંઝાના વિકલાંગ શિક્ષક યુવકે જાતિવાદથી પર રહી મહેસાણાની દલિત યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડી રૂઢિચુસ્ત પરિવારો અને સમાજને નવો રાહ ચિંધ્યો છે. મંગળવારે અત્રે આયોજિત લગ્ન સમારોહમાં બંને સમાજોએ અસ્પૃશ્યતાને જોજનો દૂર છોડી નવદંપતીને સુખી સંસારના આર્શીવાદ આપ્યા હતા.

મૂળ મહેસાણાના અને હાલ સુરતની બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ પરમારની પુત્રી દર્શિ‌તા (૨૭) અંજારમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમણે દર્શિ‌તાના લગ્ન માટે યોગ્ય મુરતિયા માટે અખબારમાં આપેલી જાહેરાત વાંચી ઊંઝાના બાબુપરામાં રહેતા અને ડાબા હાથે ખોડ ધરાવતા પરમ કાંતિભાઇ પટેલના પરિવારે તેમનો સંપર્ક કરતાં બંને પરિવારોએ લગ્નની સંમતી આપતાં ખુશીનો માહોલ સર્જા‍યો હતો. મંગળવારે શહેરના અવસર પાર્ટી પ્લોટમાં વાજતે ગાજતે આવેલી પરમની જાનનું દલિત સમાજે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને બંને સમાજો દંપતીને સુખી લગ્નજીવનના આશિષ આપી અન્ય સમાજો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

આગળ વાંચો કંઈ વિધીથી લગ્ન થયા અને દુલ્હા દુલ્હન શું કહે છે આગળ વાંચો...

શાસ્ત્રોક્તવિધિ એ જ લખાણપટ્ટી
અસ્પૃશ્યતાથી પુત્રીને પર રાખવાનો પ્રયાસ કરાયો
શિક્ષણ અને સંસ્કારને મહત્વ આપ્યું