• Gujarati News
  • Opening Half Months Pachiye Kheralu Administrative Complex Lock

ઉદ્ઘાટનના દોઢ મહિ‌ના પછીયે ખેરાલુ વહીવટીય સંકુલને તાળાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરાલુમાં પ્રાંત તેમજ મામલતદાર સહિ‌તની કચેરીઓને એક જ સંકુલમાં લઇ જવાના ઉદ્દેશથી રૂ.૩.૬૪ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા તાલુકા સેવાસદનના ભવનનું ઉદ્ઘાટન થયાને દોઢ મહિ‌નો વીતી જવા છતાં ફર્નિ‌ચર અને વીજજોડાણ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવાતાં વિવિધ કચેરીઓનું સ્થળાંતર અટવાયું છે.

મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકા સેવાસદનમાં વીજ જોડાણથી માંડી ફર્નિ‌ચર વગેરેનું કામ બાકી છે. જેથી સ્થળાંતર થઇ શક્યું નથી. તો બીજી તરફ પ્રાંત અધિકારીની કચેરી ભાડેથી ખાનગી ભવનમાં બેસતી હોઇ વધારાના ભાડાનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે. નગર સેવા સંગઠનના પ્રમુખ દશરથભાઇ જોશીએ જણાવ્યું હતું કે, પ્રાંત કચેરીનું જેટલું ફાજલ ભાડું ચુકવાઇ રહ્યું છે તેટલા ભાડામાં કદાચ સેવા સદનમાં થોડું ઘણું ફર્નિ‌ચર વસાવી શકાયું હોત. પ્રજાના નાણાં ખર્ચાયા પછી પણ હેતુ સિદ્ધ થયો નથી.