એક જ રાતમાં આઠ મકાનોનાં તાળા તૂટયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એક જ રાતમાં આઠ મકાનોનાં તાળા તૂટયાં
- ડીસા ત્રણ રસ્તા પર આવેલી રાજરત્ન સોસાયટીમાં તસ્કરોએ આઠ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઇ ગયા


પાટણ :પાટણ શહેરના ડીસા ત્રણ રસ્તા નજીક આવેલી રાજનગર સોસાયટીમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે આઠ મકાનોના તાળાં તોડયાં હતા. તસ્કરો બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. પાટણ શહેરમાં તસ્કરો બંધ મકાનોને નિશાનો બનાવીને ઉપરા-છાપરી ચોરીઓ કરી જતાં રહીશો ત્રાહિ‌મામ પોકારી ગયાં છે. શુક્રવારે રાત્રે પણ તસ્કરોએ વધુ એક વખત એક સાથે આઠ મકાનોના તાળાં તોડી પોલીસને લપડાક મારી છે.
૧પમી ઓગસ્ટની મોડી રાત્રે તસ્કરોએ રાજનગર સોસાયટીમાંથી આઠ બંધ મકાનોના દરવાજાના નકૂચા તોડી ચોરી કરી હતી. જેમાં મીનાબેન મહેશભાઇ પટેલના બંધ મકાનમાંથી તિજોરી ફંફોસીને સાત જોડ સોના જડીત ચીણીઓ, રૂ. ૨૮૦૦૦ હજારની પાંચ ચાંદીની શેરો રૂ. ૧૦ હજાર, ૮૦૦૦ રોકડ તેમજ સરદાર બેન્ક રણુંજ, નાગરીક બેન્ક અને પોસ્ટ ઓફિસની ફીક્સ ડિપોઝીટની રસીદો તેમજ ચાંદીના આઠ સિક્કા રૂ. ૪પ૦૦ના મળી તસ્કરો તેમના ઘરમાંથી કુલ રૂ. પ૬૯૦૦ની ચોરી કરી ગયા હતા.

આ ઉપરાંત તસ્કરોએ સોસાયટીમાં રહેતાં પ્રફુલભાઇ ઇશ્વરભાઇ ઠક્કરના મકાનમાંથી તિજોરી ફંફોસીને રૂ. ૧૦ હજાર રોકડની ચોરી કરી હતી. આ સોસાયટીમાં રહેતાં કાન્તીભાઇ પટેલ, પ્રોફેસર ડી.ડી.જોષી, દિલીપ વિનોદભાઇ પટેલ, જયપ્રકાશ ત્રિવેદી, શિક્ષક આશિષભાઇ પરષોત્તમભાઇ નાયી અને શિહોરી તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન મફાજી દરબારના મકાનના તાળાં તોડયાં હતા. જોકે, તેમાં કેટલી ચોરી થઇ તે સ્પષ્ટ થયું ન નહોતું.