તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં અધિકારીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા પ્રતિબંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોર્ડ દ્વારા પરીક્ષામાં પ્રથમ વખત અધિકારીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા પાબંધી ફરમાવી
આગામી ૧૩મી માર્ચથી શરૂ થનાર એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ખાસ પગલાં લેવાયા છે. પરીક્ષા કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ પરીક્ષા સ્થળોએ મોબાઇલનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે. એસ.એસ.સી બોર્ડની પરીક્ષાના આયોજન માટે ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં આ અંગે શિક્ષણ કચેરીના અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી. પરીક્ષા સ્થળોએ અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધની સાથોસાથ ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓને પણ મોબાઇલ ફોન નહીં વાપરવા કહેવાયું છે.
પરીક્ષા સ્થળોએ કોઇ પણ અનિચ્છનિય બનાવ બને નહીં અને માહોલ શાંતિપૂર્ણ રહે એ જોવા ખાસ તાકીદ કરવામાં આવી હતી. જ્યારે ઝેરાક્ષ અને ઇન્ટરનેટ જોડાણ બંધ રાખવા તેમજ સીસીટીવી કેમેરા હોય તો એને ચાલુ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ પરીક્ષા સ્થળોએ અવરજવર પુસ્તિકા નિભાવવાની રહેશે. જેમાં પરીક્ષા સ્થળની મુલાકાત લેનાર દરેક કર્મચારી, અધિકારીએ પોતાની નોંધ કરવાની રહેશે.
- ઇન્ટરનેટ પણ બંધ રખાશે, સીસીટીવી કેમેરા ચાલુ રખાશે
જે સ્થળોએ બોર્ડની પરીક્ષા લેવાની છે એ સ્થળોએ પણ ચાલુ પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ મશીનોની સાથોસાથ કોમ્પ્યુટર લેબ અને ઇન્ટરનેટ જોડાણ બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે. આ કામગીરી અંગે સરકારી પ્રતિનિધિને જવાબદારી સોંપવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે બોર્ડ દ્વારા કડક સુચના આપવામાં આવી છે. જેમાં જે પરીક્ષા સ્થળોએ સીસીટીવી કેમેરાની સુવિધા હોય ત્યાં કેમેરા ચાલુ કરવામાં આવશે તેમજ જ્યાં આ સુવિધા નથી એવા સ્થળોએ હાજર સરકારી પ્રતિનિધિએ આવા પરીક્ષાખંડોએ ચાંપતી નજર રાખવાની રહેશે.
- વિકલાંગ માટે ભોંયતળીયે બેઠક વ્યવસ્થા
વિકલાંગ પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન અનુકૂળતા રહે એ માટે બોર્ડ દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે. તમામ પરીક્ષા સ્થળોએ ૪૦ ટકા કરતાં વધુ વિકલાંગતા ધરાવતા પરીક્ષાર્થીઓને ભોંયતળીયે જ બેઠક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરવામાં આવી છે.
- ખંડ નિરીક્ષકોનો ડ્રો કરાશે
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિને ડામવા માટે ખંડ નિરીક્ષકોને પણ ડ્રો પધ્ધતિથી વર્ગ આપવામાં આવશે. પરીક્ષા શરૂ થયાની ૧પ મિનિટ પૂર્વે સ્થળ સંચાલક દ્વારા ખંડ નિરીક્ષકોને ડ્રો કરી વર્ગ આપવામાં આવશે. આ પ્રક્રિયાનું વિડીયો રેકોડ`ગ પણ કરવામાં આવશે એવું કચેરી સુત્રોએ જણાવ્યું છે.
- એસએસસીના નવા કેન્દ્રો
સિપોર (તાલુકો વડનગર)
ઉનાવા મીરાદાતાર (તાલુકો ઊંઝા)
થોળ, (તાલુકો કડી)
ઉમતા (તાલુકો વિસનગર)
૯૨ કેન્દ્રો પર ધો.૧૦ની પરીક્ષા લેવાશે
૧૨૪૦ બ્લોકનો ઉપયોગ કરાશે
૩૭૩૭૯ પરીક્ષાર્થીઓ નોંધાયા
- ત્રણ ઝોન ઉભા કરાશે
જિલ્લામાં આગામી ૧૩મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં જિલ્લામાંથી ૩૭૩૭૯ જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે મહેસાણા ગ્રામ્ય, મહેસાણા સીટી અને વિસનગર એમ ત્રણ ઝોન કાર્યરત કરાશે. જ્યાંથી પરીક્ષાના પ્રશ્નપત્રો, ઉત્તરવહીં સહિ‌તનું વિતરણ અને રીસીવીંગ કામગીરી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો