તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારક મહેતા...ના નટુકાકા વતનની મુલાકાતે, મોદી માટે કરી પ્રાર્થના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફિલ્મની જેમ 'નાટય કલા’ માટે પણ થિયેટર બનવા જોઇએ
- ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નટુકાકાએ માદરે વતનની મુલાકાત લીધી
'સરકાર નાટયકલા ના વિકાસ માટે જરૂરી પગલાં ભરે તેવી માંગ છે, જેમ ફિલ્મ માટે થિયેટર હોય છે તેમ નાટયકલા માટે પણ થિયેટર બનવા જોઇએ કારણ કે નાટકએ લાઇવ કલા છે’ એવું ગુરૂવારે માદરે વતન ઉંઢાઇ ગામે આવેલા ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાએ જણાવ્યું હતું.
વડનગર તાલુકાનું ઉંઢાઇ ગામ ગુરૂવારે ટીવી સેલીબ્રિટીના આગમનને લઇને હિ‌લોળે ચઢયું હતું. ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા માદરે વતન આવતાં ગદ્ગદીત થયા હતા તો સામે ગામલોકો પણ એમને જોવા ઉમટયા હતા. ગામના લાખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નટુકાકા(નટવરલાલ) માદરે વતન આવ્યા હતા. આરાધ્ય દેવ લાખેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ગામના જુના સ્મરણોને યાદ કરતાં તેઓ ગદગદીત થયા હતા. સાથોસાથ એમણે મોદી દેશના વડાપ્રધાન બને એવી મહેચ્છા વ્યક્ત કરી પાર્થના પણ કરી હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો