વડાપ્રધાનનાં માતા હિરાબા વડનગરમાં પરિવારજનો સાથે દિવાળી ઉજવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - હિરાબા)

શનિવારે રાત્રે નાના પુત્ર પંકજભાઇ સાથે વડનગર આવી પહોંચ્યા
પાંચેક વર્ષ બાદ વતનમાં આવતાં ભાવુક બની ગયા

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબા આ વર્ષે વડનગરમાં પરિવારજનો સાથે દિવાળી ઉજવશે. શનિવારે રાત્રે હિરાબા તેમના નાના પુત્ર પંકજભાઇના પરિવાર સાથે માદરે વતન વડનગરમાં આવી પહોંચ્યા હતા. પાંચેક વર્ષ બાદ હિરાબાએ વડનગરની ધરતી પર પગ મૂકતાં તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. બીજીતરફ હિરાબા વડનગરમાં આવી પહોંચતાં સ્થાનિક પોલીસ પણ સતર્ક બની ગઈ હતી.

વડપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ આ વખતની દિવાળી વતન વડનગરમાં ઉજવવાની ઈચ્છા વ્યકત કરતાં તેમના નાના પુત્ર પંકજભાઈ શનિવારે રાત્રે ગાંધીનગરથી સહપરિવાર વડનગર આવી પહોંચ્યા હતા.

આગળ વાંચો વધુ વિગત