જશોદાબેને વ્યક્ત કરી સાથે દર્શને જવાની આશા, 35 વર્ષથી રાખી છે બાધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જશોદાબેનને પણ આમંત્રણ નથી મળ્યું
- આમંત્રણ ન મળ્યાનો કોઈ અફસોસ નહીં હોવાનું કહીં જશોદાબેને મોદીને શુભેચ્છા પાઠવી

નરેન્દ્ર મોદી સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરવાના છે ત્યારે રવિવારે સાંજે તેમનાં પત્ની જશોદાબેના ચહેરા પર આ બાબતનો આનંદ છલકતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. જશોદાબેને શપથવિધિમાં આમંત્રણ નથી મળ્યું અને તેનો કોઈ અફસોસ પણ નથી કહીંને મોદીના વડાપ્રધાન બનવા અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છા પાછવી તેઓ ગુજરાતની જેમ દેશનો પણ વિકાસ કરશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદી સોમવારે સાંજે દિલ્હીમાં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરવાના છે તે બાબતનો આનંદ ઊંઝામાં ભાઈના ઘરે રહેતાં તેમનાં પત્ની જશોદાબેન સહિ‌ત પરિવારજનોમાં પણ છે. ગંગાસાગર સહિ‌તની યાત્રા સંપન્ન કર્યા બાદ હાલમાં ઊંઝા આવેલાં જશોદાબેને રવિવારે સાંજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શપથવિધિમાં આમંત્રણ મળ્યું હોત તો તેઓ હોંશભેર ગયાં હોત.

આગળ વાંચો જશોદાબેને જણાવ્યું મતગણતરીના સમયે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને મારા ભાઈ મને ફોન પર પરિણામ જણાવતા હતા