અનોખી શોધ પાણીનો બોર ચાલુ કરવા હવે ખેતર જવું નહીં પડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અનોખી શોધ પાણીનો બોર ચાલુ કરવા હવે ખેતર જવું નહીં પડે
-ગણપત યુનિવર્સિ‌ટીના બે વિદ્યાર્થીઓએ મોબાઇલ આધારિત અનોખી સરકીટ વિકસાવી
-મોબાઇલ પરથી મીસ કોલ કરવાથી મોટર બંધ ચાલુ કરી શકાય છે
કંઇક નવું કરવાની ધગશ અને ધીરજ હોય તો ચોક્કસથી સારૂ પરિણામ મળે જ છે. કડકડતી ઠંડી અને અંધારી રાતે પાણીનો બોર ચાલુ બંધ કરવા ખેતરમાં જતા ખેડૂતોની હાલાકી દૂર કરવા બે યુવા મિત્રોએ અનોખું સંશોધન કર્યું છે. ગણપત યુનિવર્સિ‌ટીના બે વિદ્યાર્થીઓએ મોબાઇલ આધારિત વિશષ્ટિ સરકીટ બનાવી છે. જે લગાવવાથી પાણીનો બોર ચાલુ બંધ કરવા ખેડૂતોએ ખેતરમાં જવાની જરૂર નથી. આ સિસ્ટમથી ઘરે કે અન્ય સ્થળેથી મોબાઇલનો મીસ કોલ કરવાથી બોર ઓપરેટ કરી શકાય એમ છે.
ગણપત યુનિવર્સિ‌ટી સ્થિત એન્જિનિયરિંગ કોલેજમાં સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા બે મિત્રોની મહેનત રંગ લાવી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રાજકોટના બલરામ ટીલાળા અને મેકાટોનિક્સમાં અભ્યાસ કરતા હિંમતનગરના મંત્ર સુતરીયાએ કોલેજના એચઓડી ડો.કિરણ પટેલના માર્ગદર્શન હેઠળ મોબાઇલથી થ્રી ફેઝ વીજ ઉપકરણો ચાલુ બંધ કરી શકાય એવી અનોખી સિસ્ટમ વિકસાવી છે. ખેડૂતોને પાણીનો બોર બંધ ચાલુ કરવા માટે ખેતરમાં જવું ના પડે એ માટે એન્ડ્રોઇડ એપ આધારિત કીટ તૈયાર કરી છે.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...