• Gujarati News
  • Mehsana Winning Gulal Flown Camp, Defeated The Assign

મહેસાણામાં જીતેલી છાવણીમાં ગુલાલ ઉડ્યા, હારેલાને ત્યાં સોંપો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની ૧૧ ગ્રા.પં.ની ચૂંટણીનાં પરિણામ જાહેર

૧૧ સરપંચ અને ૪૨ વોર્ડના સભ્યોનું પરિણામ જાહેર

મહેસાણા જિલ્લામાં ૧૧ ગ્રામ પંચાયતો માટે રવિવારે મતદાન પ્રક્રિયા બાદ મંગળવારે તાલુકા મથકોએ મત ગણતરી હાથ ધરાયું હતું. જેમાં વિજેતા સરપંચ તેમજ સભ્યોનાં નામ જાહેર કરાતાં જ ટેકેદારોએ અબીલ ગુલાલની છોળો સાથે તેમને વધાવી લીધા હતા. આ સમયે એક છાવણીમાં ખુશી તો બીજી છાવણીમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો.
૧૧ સરપંચ પદ તેમજ ૪૨ વોર્ડ માટે રવિવારે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. મંગળવારે સવારે તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરાતાં ઉમેદવારોના ટેકેદારોએ મત ગણતરી કેન્દ્રોની બહાર અડીંગા જમાવ્યા હતા. પરિણામોની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે જેમ-જેમ વિજેતા જાહેર કરાયા તેમતેમ વિજયનો માહોલ છવાયો હતો. તો હારેલા ઉમેદવારોની છાવણીમાં સોંપો પડી ગયો હતો.

સુલીપુરમાં હીરાજી ૯૫ મતે જીતી સરપંચ બન્યા
વડનગર તાલુકાની સુલીપુર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અને વોર્ડ નં.૩ના સભ્ય માટે રવિવારે ૮૫.૦૫ ટકા મતદાન થયું હતું. સરપંચપદ માટે યોજાયેલા ત્રિકોણીય જંગની મત ગણતરી મંગળવારે મામલતદાર કચેરીમાં હાથ ધરાઇ હતી. જેમાં ઠાકોર હીરાજી માધુજીને ૪૬૦ મત, જ્યારે તેમના હરીફ રમેશભાઇ શાન્તાજી ઠાકોરને ૩૦૬ મત અને વિષ્ણુજી દલસંગજી ઠાકોરને ૩૫૫ મત મળ્યા હતા. આથી હીરાજીને ૯૫ મતે વિજેતા જાહેર કરાયા હતા. ઉપરાંત, વોર્ડ નં. ૩ના સભ્યપદ માટે મંગાજી ડાહ્યાજી ઠાકોર ૧૦૨ મત મેળવી ૨૨ મતે વિજેતા બન્યા હતા. તેમના હરીફ લવજીજી કેશાજીને ૮૦ મત મળ્યા હતા.


ખેરાલુની મામલતદાર કચેરીમાં મતગતરી યોજાઇ હતી.-જીતેન્દ્ર પંડ્યા

ક્યા ગામમાં કોણ સરપંચ તરીકે વિજેતા થયું
તાલુકો ગ્રા.પં. વિજેતા મળેલા મત
કડી દેઉસણ ભરતભાઈ શંકરભાઈ ચમાર ૬૩૯
વડનગર સુલીપુર હીરાજી માધુજી ઠાકોર ૪૬૦
ખેરાલુ ડભોડા બકાજી ઈશ્વરજી ઠાકોર ૮૬૯
ખેરાલુ મહેકુબપુરા રાણબાઈ આરબખાન બલોચ ૩૦૨
ખેરાલુ સમોજા ગોકળભાઈ ગોવાભાઈ ચૌધરી ૩૮૫
સતલાસણા કુબડા મેતાબેન દિવાનજી ઠાકોર ૨૯૯
સતલાસણા મોટા કોઠાસણા કમબા થાનસિંહચૌહાણ ૧૦૮૯
વિજાપુર ગવાડા રોહિત હરજીવનભાઈ પટેલ ૧૨૨૭
બહુચરાજી ગાંભુ-દેદરડા જડીબેન ભાઈલાલભાઈ પટેલ ૯૩૫
બહુચરાજી રણેલા ઈશ્વરભાઈ કાલાભાઈ પરમાર ૭૭૮
બહુચરાજી દેલવાડા(ખાંટ) વિક્રમસિંહનટવરસંગ દરબાર ૬૨૪