• Gujarati News
  • Mehsana District Have Been Outright Poor Wheat Chow?

મહેસાણા જિલ્લામાં ગરીબોના ઘઉં બારોબાર થઈ ગયા ચાઉ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખળભળાટ & વાઘરોડામાં પુરવઠા તંત્રની તપાસમાં ૧૦૦થી વધુ કાર્ડધારકોનાં નિવેદનમાં ચોંકાવનારો ખુલાસો
- સરકારી ઘઉં અંગે હાથ ધરાયેલી તપાસ બીજા દિવસે કોરડા ગામે લંબાઈ
- કડી તા.પં.ના કારોબારી ચેરમેનની રજુઆત આધારે તંત્ર સફાળું જાગ્યું


સસ્તા અનાજની દુકાનમાંથી મળવાપાત્ર ઘઉંનો જથ્થો એપીએલ કાર્ડધારકોને નહીં આપીને બારોબારિયું થતું હોવાની રજુઆતોને પગલે જિલ્લા પુરવઠા તંત્ર સહિતે શનિવારે વાઘરોડા ગામ બાદ રવિવારે કોરડા ગામે પણ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ પુરવઠા વિભાગ દ્વારા કાર્ડધારકોનાં લેવાયેલાં નિવેદનોમાં તેમને ઘઉંનો જથ્થો નહીં મળ્યો હોવાનું બહાર આવતાં તંત્ર પણ ચોંકી ગયું હતું.

કડી તાલુકાના વાઘરોડા ગામની રસ્તા અનાજની દુકાનમાંથી એપીએલ કાર્ડધારકોને મળવાપાત્ર રાશનના ઘઉંનો જથ્થો ન મળતો હોવાના મુદ્દે તાલુકા કારોબારી ચેરમેન હિતેન્દ્રભાઈ ઠાકોરે વિવિધ કક્ષાએ રજુઆતો કરી હતી. ઉચ્ચ કક્ષાએથી થયેલા આદેશને પગલે સફાળા જાગેલા જિલ્લા પુરવઠા તંત્ર, તાલુકા તંત્ર તેમજ ગાંધીનગરની ટીમોએ શનિવારે વાઘરોડા ગામમાં મોડી રાત સુધી કુલ ૬૦થી વધુ એપીએલ કાર્ડધારકો તેમજ અરજદાર સહિતનાં નિવેદન લેવાની તેમજ અન્ય તપાસ હાથ ધરી હતી. બાજુના કોરડા ગામના રાશનનું વિતરણ પણ આ જ મંડળી દ્વારા કરાતું હોઈ રવિવારે કોરડા ગામે પણ ૩૫થી વધુ એપીએલ કાર્ડધારકોનાં નિવેદન લેવાયાં હતાં. જેમાં કાર્ડધારકોએ ઘઉંનો જથ્થો તેમને નહીં મળતો હોવાનું નિવેદન આપ્યું હોઈ તંત્રએ વિતરકની બિલબુક, સ્ટોક રજીસ્ટર સહિતના ક્રોસ વેરીફીકેશન સાથે ઊંડી તપાસ હાથ ધરી છે.

આગળ વધુ અહેવાલ વાંચો....