તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Mehsana District Congress Vice President Suddenly Resigned

મહેસાણા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે અચાનક રાજીનામું આપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રમુખ દ્વારા અવગણના કરાતી હોવાના આક્ષેપ

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કાર્યકરોની અવગણના કરાતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સૈયદ યાસીનમીયા કાયમઅલી ઊર્ફે વાય.કે.એ પ્રદેશ પ્રમુખને રાજીનામું આપી દેતાં જિલ્લાના રાજકારણમાં હલચલ મચી છે.

નંદાસણના વતની અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સૈયદ યાસીનમીયાં કાયમઅલી ઊર્ફે વાય.કે. જેઓએ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર સામે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, તેઓ દ્વારા પક્ષના કાર્યકરોની અવગણના કરાય છે. જેથી પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને રાજીનામું મોકલી આપ્યું છે. આ બાબતે વાય.કે. સૈયદને પૂછતાં તેમણે જિલ્લા પ્રમુખના મનસ્વી વર્તનને લઇ કાર્યકરો સાથેના ખરાબ વર્તનને દુ:ખી થઇ પક્ષના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું.

- પ્રમુખે આક્ષેપ નકાર્યા

આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિ‌નાથી મારે તેમની સાથે કોઇ બાબતે ચર્ચા થઇ નથી અને તેમણે મને આ અંગે કોઇ બાબતે જાણ કરી નથી.