તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુપોષણ નિવારણ સામાજિક જવાબદારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ૪૩ ટકાથી વધુ બાળકો કુપોષિત છે નાણાંમંત્રી નીતિનભાઇ પટેલ

કુપોષણ એ સમગ્ર રાષ્ટ્રની સમસ્યા છે. આ સમસ્યાને સામાજિક જવાબદારી ગણી નિવારણ માટે સૌએ આગળ આવવું જોઇએ એવું રાજ્યના નાણાંમંત્રી નિતિનભાઇ પટેલે બલોલમાં રવિવારે યોજાયેલા કુપોષણ નિવારણ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

નાનો પરિવાર સુખી પરિવાર અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા કુપોષણ નિવારણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ સહિ‌ત રાજકીય આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુપોષણને રાષ્ટ્રની સમસ્યા ગણાવતાં નિતિનભાઇ પટેલે કહ્યું હતું કે, દેશમાં ૪૩ ટકાથી વધુ બાળકો કુપોષિત છે. કુપોષણએ રાષ્ટ્રનો પડકાર છે. વધતી જતી વસતીના પગલે આપણે પણ વસતી વધારાના રાક્ષસને રોકવા માટે અભિયાન ચલાવવું જોઇએ.

'સ્પેશિયલ’ ખેલાડીઓનું ખાસ સન્માન કરાયું

સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા માનસિક ક્ષતિ ધરાવતા બાળકોનું ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રવિવારે ખાસ સન્માન કરાયું હતું. રાજ્યના નાણામંત્રીના હસ્તે જિલ્લાના ૩૩૯ બાળકોને ઇનામી ચેકનું વિતરણ કરાયું હતું. નોંધનિય છે કે, સન્માનિત કરાયેલ મહેસાણાની માયાએ સાઉથ કોરિયા ખાતે યોજાયેલા વિશ્વ વિન્ટર ફ્લોર હોકી ગેમ-૨૦૧૩માં, જ્યારે શ્વેતા ગોસાઇએ એથેન્સ ખાતે સ્વિમિંગ બેક સ્ટાઇલ ૨પ મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.