વિ.સં.૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ના દિવસે શ્રી મેસાણાનું તોરણ બંધાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહેસાણાના વિસરાતા ઇતિહાસની ઝલક)
મહેસાણા : શ્રી કનૈયાલાલ અમથાલાલ ભોજક ‘સત્‍યાલંકાર’ (૧૯૨૩-૧૯૯૧) દ્વારા મહેસાણાના ઈતિહાસ પર લિખિત પુસ્‍તક ‘મહેસાણાઃ પ્રાચીન-અર્વાચીન’માં લેખકે મહેસાણા શહેરની સ્‍થાપના તથા શહેર વસ્‍યું તેનું પ્રથમ તોરણ બંધાયું વિશે વાત કરતા કેટલાક સંદર્ભો ટાંક્યા છે જે ખૂબ જ રસપ્રદ છે. તે વિશે લેખકે નોંધ્યું છે કે,
‘વિક્રમ સંવત ૧૪૧૪ના ભાદરવા સુદ ૧૦ના શુભ દિવસે શ્રી મેસાણા ગામનું તોરણ બંધાયું, હમ્મેશની યાદી માટે ભાદરવા સુદ ૧૦નો શુભ દિવસ મહેસાણા મેસાણા ગામમાં ઉજાણી તરીકે મુકરર થયો, તે પ્રથા હજુ સુધી કાયમ છે, અને તે શુભ દિવસે ગામના મહાજન, અર્થાત મોટાજનો (અગ્રેસરો) શ્રી તોરણવાળી માતાજીના મંદિર નજીકના રાજ્ય માર્ગ પર, વાજતે ગાજતે ભેળા થઈ વિધિયુક્ત પૂજા કરી પ્રત્યેક વર્ષે તોરણ બાંધે છે. આ પ્રથા બંધ પડેલી છે, કહેવાય છે કે, આ પ્રથા પહેલાં ગામની થાંભલી પરામાં કડીયાનો માઢ તે આગળ નંખાતી. જો કે પ્રથા પણ બંધ પડી છે.’
મહેસાણા શહેરના ઈતિહાસની વિસરાઈ ગયેલી આવી જ કેટલીક હકિકતોને ‘મહેસાણાનો વિસરાતો ઈતિહાસ’ લેખાંક-૨ માં સંકલિત કરવામાં આવી છે. આ લેખમાં મહેસાણા શહેરમાં પાણીના સંગ્રહ તથા સંચય કરવાના ઉદ્દેશથી નિર્માણ કરવામાં આવેલ સ્‍થાપત્‍યો વિશે સુંદર ફોટોગ્રાફ્સ સાથે માહિતી રજૂ કરવાનો પ્રયત્‍ન છે.
(મહેસાણાના પરા વિસ્‍તારમાં આવેલા તળાવનું નામ શું? મહેસાણામાં એક વાવ છે. જાણો આ વાવ ક્યાં આવેલી છે અને તેની વિશિષ્‍ટતા શું છે? આવી જ કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે આગળનું પાનું ક્લીક કરો.)