તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના યવતેશ્વર મહાદેવ મંદિરે અતિમહારુદ્ર યજ્ઞનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા બાદ યજ્ઞનો પ્રારંભ કરાયો
- મંદિર સંકુલમાં નવનિર્મિ‌ત સત્સંગ હોલ, બે પ્રવેશ દ્વાર, કાર્યાલય, સ્ટોર રૂમ, પૂજારી તથા પખાલી નિવાસ સ્થાનનું શિવાર્પણ કરાયું
કડીના યવતેશ્વર મહાદેવ સંકુલનો જિર્ણોદ્ધાર કરાયા બાદ મહાશિવરાત્રિના પાવન પર્વે શોભાયાત્રા સાથે નવ દિવસના અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કરાતાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા હતા. આ પ્રસંગે મંદિર સંકુલમાં નવનિર્મિ‌ત સુવિધાઓનું શિવાર્પણ કરાયું હતું.
કડીના ઐતિહાસિક શિવમંદિર યવતેશ્વર મહાદેવ મંદિરનો રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિર્ણોદ્ધાર કરીને સંકુલમાં સત્સંગ હોલ, બે પ્રવેશ દ્વાર, કાર્યાલય, સ્ટોરરૂમ, પૂજારી તથા પખાલી નિવાસસ્થાન સહિ‌તની સુવિધાઓ ઊભી કરાઈ છે. ગુરુવારે નાણાંમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે આ સુવિધાઓનું શિવાર્પણ કરાયું હતું.
જિર્ણોદ્ધાર કરાયા બાદ પ્રથમ મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મણીપુર, ગંજબજાર, શાકમાર્કેટ, કરણપુર, દેત્રોજ રોડ, સ્ટેશન રોડ, માર્કેટયાર્ડ, ભાઊંપુરા, ગાંધીચોક થઇને નિજમંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં મણિપુર વિસ્તારના રહીશો સહિ‌ત મોટી સંખ્યામાં ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. ત્યાર બાદ મંડપ પ્રવેશ કરીને નવ દિવસીય અતિ મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગને લઈને શહેરમાં અનોખું શિવભક્તિમય વાતાવરણ સર્જા‍યું હતું.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો