તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીમાં પ્લોટને બારોબાર વેચી મારવાનું વધુ એક કૌભાંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બનાવટી દસ્તાવેજોના આધારે પ્લોટનું બારોબારિયું

બહુચરાજીમાં અન્યની માલિકીના પ્લોટનો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી મારવાના કૌભાડમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બહુચરાજીના જીતેન્દ્રકુમાર નરેન્દ્રકુમાર પટેલે અહીં એક સોસાયટીમાં પ્લોટ ખરીદ્યો હતો. તાજેતરમાં તેમને ખરીદેલો પ્લોટ બારોબાર અન્યને વેચાણ અપાઇ ગયો હોવાની જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. આ બાબતે તપાસ કરતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

જેમાં અમદાવાદના શાહપુરમાં રહેતા જયંતિભાઇ હરજીવનદાસ પટેલે અન્ય સાગરિતો સાથે મળી જીતેન્દ્રકુમાર પટેલની માલિકીના પ્લોટનો બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવડાવ્યો હતો. તેઓએ દસ્તાવેજમાં વધુ રકમ ભરવી ન પડે તે હેતુથી સરકારી સ્ટેમ્પની ડયુટીની ચોરી કરી મિલકત હડપ કરવામાં એકબીજાને મદદગારી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ અંગે જીતેન્દ્રકુમારે બહુચરાજી પોલીસ મથકમાં જયંતિલાલ હરજીવનદાસ પટેલ, જીતેન્દ્રકુમાર દામોદરદાસ પટેલ અને રમેશભાઇ કમાભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડી.એન. પટેલે તપાસ હાથ ધરી છે.

- કોની સામે ફરિયાદ નોંધાઇ

૧. જયંતિલાલ હરજીવનદાસ પટેલ (રહે. અમદાવાદ)
૨. જીતેન્દ્રકુમાર દામોદરદાસ પટેલ (રહે. થલતેજ, અમદાવાદ)
૩. રમેશભાઇ કમાભાઇ પરમાર (રહે. બહુચરાજી)

- અગાઉ ચાર ફરિયાદ નોંધાઇ છે

બનાવટી વેચાણ દસ્તાવેજના આધારે અન્યનો પ્લોટ બારોબાર બીજી પાર્ટીને વેચી મારવા અંગે આ અગાઉ બહુચરાજી પોલીસ મથકમાં ચાર જેટલી ફરિયાદ નોંધાઇ ચૂકી છે.જયંતિલાલ તેમજ રમેશ કમાભાઇ પરમાર આણી ટોળકી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.