તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રનું દબાણ દૂર નહીં કરતાં મહિ‌લા સરપંચને હોદ્દો ગુમાવવો પડયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કાર્યો અને ફરજ બજાવવામાં કસુરવાર માની ડીડીઓએ આદેશ કર્યો
લાખવડ ગામના મહિ‌લા સરપંચને પોતાના પુત્રનું દબાણ દુર નહીં કરવાના મામલે હોદ્દો ગુમાવવો પડયો છે. પુત્રનું મકાન અને વરંડાનું દબાણ રજીસ્ટરે નોંધી નોટીસ આપી હતી, પરંતુ દબાણ દુર ના કરાતાં આ મામલે સરપંચ સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છેવટે સરંપચે કાર્યો અને ફરજોમાં કસુર કરી હોવાનું પુરવાર થતાં મંગળવારે ડીડીઓએ મહિ‌લા સરપંચને હોદ્દા પરથી દુર કરતો આદેશ કર્યો છે. મહેસાણા તાલુકાના લાખવડ ગ્રામ પંચાયતના મહિ‌લા સરપંચ કમળાબેન કચરાભાઇ મકવાણાના પુત્રના મકાન અને વરંડાના દબાણને લઇને વિવાદ ખડો થયો હતો.
સરપંચ દ્વારા પુત્રનું દબાઇ દુર કરાતું ના હોવાની રાવ ઉઠતાં રજુઆત થઇ હતી. જે મામલે સરપંચને કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. જેના જવાબમાં સરપંચે કરેલો ખુલાસો તેમજ તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલ સહિ‌તના તથ્યોને ધ્યાને લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો.નરેન્દ્રકુમાર મીનાએ સરપંચના કાર્યો અને ફરજો બજાવવામાં સરપંચ કમળાબેન કસુરવાર હોવાનું માની ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પ૭(૧)ની જોગવાઇ અન્વયે હોદ્દા પરથી દુર કરતો મંગળવારે આદેશ કર્યો હતો.
- ડીડીઓએ શું માન્યું?
ગ્રામ પંચાયતે ઠરાવ કરી દબાણ દુર કરવાની સરપંચને સત્તા આપતો ઠરાવ સર્વાનુમતે કર્યો હોય ત્યારે એનો અમલ કરવાની પંચાયત ધારા હેઠળ ફરજ હોવા છતાં પુત્રનું દબાણ હોઇ ઠરાવનો અમલ ન કરી પુત્રના દબાણને છાવરેલ છે. સરપંચે ફરજો બજાવવામાં જાણી જોઇને કસુર કરી છે. જેથી એમને હોદ્દા પર રાખવા ઉચિત જણાતું નથી.
- બચાવમાં સરપંચે શું ખુલાસો કર્યો?
મકવાણા ભરતભાઇ કચરાભાઇનું નામ વર્ષ ૧૯૯૬-૯૭ના આકારણી રજીસ્ટરમાં મિલકત નં-૧૪૨-૬-૧થી ચડેલુ છે. તે સમયના સરપંચે બાંધકામની પરવાનગી આપી હતી.
દબાણ દુર કરવા માટે પુત્રને ૧૦ દિવસની નોટીસ આપી હતી
પંચાયતના ઠરાવ બાદ તલાટીની જગ્યા ખાલી હોવાથી દબાણ દુર કરવાની કામગીરી થઇ શકી નથી.
આ મામલો ર્કોટમાં ચાલુ હોવાથી દબાણ દુર કરી શકાયું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો