આજે કાળીચૌદસ : કાળરાત્રિ સારા નક્ષત્રોથી ઝળહળતી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળી ચૌદસે દેવી મહારાત્રિ પ્રગટેલાં. ભગવાન વિષ્ણુની યોગનિંદ્રા એટલે કાળરાત્રિ, મહારાત્રિ કે મોહરાત્રિ. આ રાત્રિ અંધારી નથી પણ સારા નક્ષત્રોથી ઝળહળતી છે. ચંડીસતકની દેવી સ્તુતીમાં કહ્યું છે કે, આ રાત્રિના અંધારામાંથી પ્રકાશ રેલાવતી ઉષા પ્રગટે છે. કાળી ચૌદસની રાત્રે મંત્ર-તંત્ર દ્વારા પણ મહાકાલિકા દેવી શક્તિની તથા કાલ ભૈરવની સાધના કરાય છે. રાત્રે તલના દીપક પ્રગટાવાય છે.
આ દિવસે ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કરી રાજા બલીને પાતાળની અંધારી ખાઈમાં ધકેલી દીધેલો અને શ્રી કૃષ્ણે નરકાસુરનો સંહાર કરી, 16 હજાર કન્યાઓને કારાગારની કાળી કોટડીમાંથી મુક્ત કરેલી. તેથી કાળી ચૌદસ નરક ચતુર્દશી પણ કહેવાય છે. ઘંટાકર્ણ મહાવીર અને હનુમાનનો જન્મ આ દિવસે થયેલો તેથી એમની પણ પૂજા-ઉપાસના થાય છે.
તસવીર - રોહિત પટેલ