• Gujarati News
  • In Verse Two Earned Anything Since The Rain Water Filled

કડીમાં બે ઈંચ વરસાદથી ડેપોમાં પાણી ભરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ભરાયેલા પાણી જોઇ શકાય છે)
- કડીમાં બે ઈંચ વરસાદથી ડેપોમાં પાણી ભરાયાં
-કડી નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળે ભરાયેલાં પાણીના નિકાલની કામગીર હાથ ધરાઈ

કડી : કડી પથંકમાં છેલ્લા અઠવાડિયાથી હળવાથી ભારે વરસાદી ઝાપટાંરૂપે સતત વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ રહેતાં પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે કડી એસટી ડેપોમાં પાણી ભરાઈ રહેતાં મુસાફરો અને બસ ડ્રાઈવરોને ભારે હાલાકી થઈ રહી છે.
કડી પથંકમાં અઠવાડિયાથી હળવાથી ભારે વરસાદી ઝાપટારૂપે સતત વરસાદના કારણે શહેરના નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે.
તેમજ તાલકામાં ખેડૂતોના ઊભા પાકમાં પણ પાણી ભરાઈ રહેતાં પાકમાં મોટા પાયે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. શહેરમાં પાલિકા દ્વારા વરસાદી પાણીની લાઈનોની જેટીંગ મશીનથી સફાઈ કરવા સહિત પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે કડી એસ.ટી. ડેપોના કમ્પાઉન્ડમાં તેમજ વર્કશોપમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાવાથી મુસાફરો, કર્મચારીઓ અને એસ.ટી. ચાલકોને પરેશાની થઇ રહી છે. વર્કશોપમાં પાણીના કારણે ગંદકી ફેલાઈ જતાં વર્કશોપના કર્મચારીઓના આરોગ્ય સામે ખતરો હોઈ અગાઉ રજૂઆત કરાઈ હતી. છતાં ડેપોના સંચાલકો દ્વારા કોઈ ઉકેલ ન કરાતાં કર્મચારીઓમાં કચવાટ પ્રસર્યો છે.