• Gujarati News
  • In Meyu Monkey Terror, The Sting Sold Eight Beats In Village

મેઉમાં કપિરાજનો આતંક: આઠને બચકાં ભરતાં ગામલોકોમાં ફફડાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા દશ દિવસથી રોજ સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન ત્રાટકે છે :
લોકો હવે ગરમીમાં પણ ઘરની બહાર સૂવાનું ટાળી રહ્યા છે


મેઉ ગામમાં છેલ્લા ૧૦ દિવસ દરમિયાન કપિરાજે આતંક મચાવી આઠ વ્યક્તિઓને બચકાં ભરી ગંભીર ઇજા પહોંચાડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રોજ સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન તોફાન મચાવતો કપિરાજ મોટેભાગે મીઠી નિંદર માણી રહેલા વ્યક્તિઓને જ નિશાન બનાવતો હોઇ ભયભીત લોકો ગરમીમાં પણ મકાનની બહાર સૂવાનું ટાળી રહ્યા છે.

મહેસાણા તાલુકાના મેઉ ગામે તોફાની વાંદરાએ ગામલોકોને બાનમાં લીધા હોય તેમ છેલ્લા દશ દિવસથી સવારે ૬ થી ૮ કલાક દરમિયાન ઘરના આંગણામા સૂઇ રહેલા વ્યક્તિઓ પર હુમલો કરે છે. આ કપિરાજ અત્યાર સુધીમાં એક ડઝન જેટલા વ્યક્તિઓને બચકાં ભરી ચૂકયો છે. જે પૈકી ૮ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. મોટેભાગે મીઠી નિંદર માણી રહેલા વ્યક્તિઓને પંજો મારી શરીરના ભાગમાંથી માંસનો લોચો કાઢીને નાસી જતા કપિરાજને ઝડપી લેવા ગામના યુવાનોએ કમર કસી છે.

આ અંગે ગામના અગ્રણી પ્રતાપજી ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા દશ દિવસથી વાંદરાના આતંકથી ગામલોકો ભયભીત છે. મકાનના છાપરા કે ઝાડ પરથી અચાનક કૂદી પડતો કપિરાજ સૂઇ રહેલા વ્યક્તિઓના શરીરનો માંસનો ટુકડો લઇને નાસી જવાના ઘટનાક્રમથી છુટકારો મેળવવા ગ્રામજનો તેની શોધખોળ કરી રહ્યા છે. પરંતુ આંખના પલકારામાં હુમલો કરીને ભાગી જતાં આ વાંદરાને પકડવો મુશ્કેલ બની ગયો છે.

આગળ વાંચો વધુ અહેવાલ....