• Gujarati News
  • Horse Contest Champion Horse Nation Police Horse Out

અશ્વ હરિફાઇમાં પોલીસના ઘોડાને પછાડી પ્રજાનો અશ્વ ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અશ્વ હરિફાઇમાં પોલીસના ઘોડાને પછાડી પ્રજાનો અશ્વ ચેમ્પિયન
પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તે માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અશ્વ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં પોલીસના ૧૦ જ્યારે આમ પ્રજામાંથી ૧૨ અશ્વો સ્પર્ધામાં જોડાયા હતા.અહી જમ્પીંગ,હેક્સ,ટેન્ટ પેગીંગ,બેરલરેસ,રેવાન ચાલની સ્પર્ધા યોજાઇ હતી.
અહી તમામ અશ્વો વચ્ચે આયોજીત રેસમાં પોલીસનો અશ્વ ત્રીજા ક્રમે રહ્યો હતો. કોયડા ગામના ઇદલભાઇ નાથુભાઇ સિન્ધીની રૂ પ લાખની કિંમત ધરાવતી પવર્ષની ભુટરીયા ઘોડીએ અત્રે યોજાયેલ દોડમાં પોલીસના અશ્વોને પાછા પાડી પ્રથમ ક્રમે રહી હતી તેમજ રૂપમાં બીજા ક્રમે રહી હતી.અત્યાર સુધીમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભરમાં અશ્વદોડમાં ડંકો વગાડનાર ભુટરીયાએ છ થી વધુ મેડલ મેળવ્યા છે.
પોલીસ અને પ્રજાનાં અશ્વો વચ્ચે ભારે રસાકસી ભરી હરિફાઇનાં દિલધડક દ્રશ્યો જોવા માટે ફોટો બદલો .....

તસવીરો - રોહિત પટેલ