હાથે ફોલ્લા ને હૈયે ઉઝરડા: બર્બરતાપૂર્ણ ઘટનાથી ડેરિયા ગામમાં ખોફ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડ તાલુકાની કાળજાં કંપાવનારી ઘટના : સતનાં પારખાં કરાવવા ૧૦૦ મતદારોને ઊકળતા તેલમાં હાથ નખાવનારા બેની ધરપકડ

બાયડ તાલુકાના ડેરીયા ગામમાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારે પોતાને મત આપ્યા છે કે નહીં તે ચકાસવા ૧૦૦ જેટલા મતદારોને ઉકળતા તેલમાં હાથ નખાવ્યાની ચકચારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બુધવારે જિલ્લાના વહીવટી તંત્રની ટીમોએ ગામે ધામા નાખ્યા હતા અને તપાસનો દોર લંબાવ્યો હતો. બીજી બાજુ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી ઘટના માટે જવાબદાર સરપંચપદના હારેલા ઉમેદવાર અને તેના ટેકેદારને પકડી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ બર્બરતાપૂર્ણ ઘટના બાદ ગામલોકોમાં આજે બીજા દિવસે પણ ખોફનો માહોઇ જોવા મળ્યા હતો.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...