તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇકચાલક પર હુમલો કરી સોનાનો દોરો સહિત રોકડની લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માણસા તાલુકાના ખરણા ગામ નજીક બનેલો બનાવ
- આંબલિયાસણ ગામ તરફ આવતાં સમયે ૪ શખ્સોએ લૂંટ ચલાવી


માણસા પાસે આવેલા ખરણા ગામના યુવક પર આજ ગામના ૪ શખ્સોએ હુમલો કરી રોકડ અને સોનાના દોરાની લૂટ કરી હોવાના બનાવથી ગામમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ફરિયાદના આદારે માણસા પોલીસે ૪ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખરણા ગામના પંકજભાઇ કાન્તિભાઇ પટેલ બાઇક લઇને આંબલિયાસણ જવા માટે નિકળ્યાં હતાં. ત્યારે આજ ગામના ગોકુળ લાખાભાઇ રબારી, જામાભાઇ સુખાભાઇ, જયરામ દેવજીભાઇ અને અન્ય એક શખ્સે પંકજનો પીછો કરવા અલ્ટો કાર લઇને તેની પાછળ નિકળ્યાં હતાં.

રસ્તામાં તેમણે બાઇક આગળ કાર આડી લાવી પંકજભાઇને આંતર્યા હતાં અચાનક લાકડીથી અને ગડદાપાટુનો માર મારી હુમલો કર્યો હતો અને પંકજભાઇના ખિસ્સામાંથી રૂ. ૬ હજાર રોકડા અને ૩ તોલા સોનાનો દોરાની લૂટ કરી ચારેય જણાં નાસી છૂટયાં હતાં. આ બનાવની પંકજભાઇએ માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.