• Gujarati News
  • Gayane Gathiyae Philmidhabe To Talk On Mobile Uncle Flew 80 Thousand

કાકા મોબાઈલ પર વાત કરવા ગયાને ગઠિયાએ ફિલ્મીઢબે 80 હજાર ઉડાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેપારીએ મોબાઇલ રિસિવ કરવા જતાં ૮૦ હજાર રૂપિયા ગુમાવ્યા
બાઇકના હૂકમાં ભરાવેલી રોકડ ભરેલી થેલી લઇ ગઠિયો છુ


મહેસાણા હાઇવે સ્થિત આઇડીબીઆઇ બેન્કમાં શનિવારે નાણાં ભરવા ગયેલા વેપારીની નજર ચૂકવી તેમના બાઇકના હૂકમાં ભરાવેલી કપડાંની થેલીમાં રહેલી રોકડ રૂ.૮૦ હજારની ચોરી કરી ગઠિયો નાસી ગયો હતો. આ બાબતે તપાસ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતાં ઘટનાના બીજા દિવસે બી ડિવિઝન પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે.

મહેસાણા સ્થિત સરદારધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઇ પ્રહલાદભાઇ પટેલ અહીંના મુલ્કી ભવનમાં જય ગીરનાર આયુર્વેદિક સ્ટોર નામની દુકાન ધરાવે છે. શનિવારે તેઓ ભાગીદારને દુકાને બેસાડી રૂ.૮૦ હજાર ભરેલી થેલી લઇને બેન્કમાં જવા રવાના થયા હતા. પોતાના જીજે ૨એઆર ૧૩૨૬ નંબરના બાઇકના હૂકમાં રોકડ ભરેલી થેલી ભરાવીને હાઇવે સ્થિત રાજકમલ પેટ્રોલપંપ પાસેના સીટીમોલની બહાર વેપારી પહોંચ્યા હતા. ત્યાં જ તેમના મોબાઇલ પર આવેલો ફોન રિસિવ કરવા ગયા તે સમયે અહીં નજીકમાં હાજર અજાણ્યો ગઠિયો બાઇક પર લગાવેલી રોકડ ભરેલી થેલી ચોરી કરી નાસી ગયો હતો. ગણત્રીની મિનિટોમાં જ આ ચોરીની જાણ થતાં ચોંકી ગયેલા વેપારીએ ચોર ચોરની મચાવેલી બૂમરાડને પગલે ઘટના સ્થળે ટોળું એકત્ર થઇ ગયું હતું. આ અંગે વિપુલભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પીએસઆઇ આર. આર. વર્માએ તપાસ હાથ ધરી છે.