ભણતરથી કંટાળેલો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ગુમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરવા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ભણતરથી કંટાળી ચાલ્યા જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. વિદ્યાર્થીના પિતાએ તાલુકા પોલીસ મથકમાં આ અંગની જાણ કરી છે.

નડિયાદ તાલુકા અનેરા ગામે રહેતા રમેશભાઇ સોમાભાઇ સોઢાનો પુત્ર રોનક (૧૬) છેલ્લા એક વર્ષથી ખેરવા ગણપત વિદ્યાનગરમાં બીજા વર્ષમાં ઇલેકટ્રીક એન્જિનિયરિંગમાં (ડિપ્લોમા) અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં ૨૦૬ નંબરના રૂમમાં રહેતો હતો. બે દિવસ અગાઉ રોનકે તેની ફિયાન્સી ભારતીને ફોન કરી મને ભણવાનું ગમતું નથી માટે અભ્યાસ કરવો નથી તેમ કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

ભારતીએ આ અંગે રોનકના પિતાને જાણ કરતાં તેઓ અત્રેની કોલેજમાં દોડી આવ્યા હતા અને પુત્ર બાબતે તપાસ કરી હતી. સગાસંબંધીઓ તેમજ મિત્રોને ત્યાં શોધખોળ કરવા છતાં રોનક બાબતે કોઇ માહિ‌તી ન મળતાં આખરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં રમેશભાઇ સોઢાએ તેમના પુત્ર ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધાવી છે. પોલીસે તેના મોબાઇલની પ્રિન્ટ કઢાવી આઉટ ગોઇંગ તેમજ ઇનકમિંગ ફોનના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.