• Gujarati News
  • Employment Opportunities In The Country's Number One

રોજગારીની તકો ઉભી કરવામાં ગુજરાત દેશમાં નંબર વન બનશે : દિલીપ ઠાકોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ધ્વજવંદન કાર્યક્રમમાં દિલીપ ઠાકોર હાજર રહ્યા હતા)
- રોજગારીની તકો ઉભી કરવામાં ગુજરાત દેશમાં નંબર વન બનશે : દિલીપ ઠાકોર
- ડીસામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો


ડીસા : 'ગુજરાતનું વિકાસ મોડેલ દેશભરમાં વખણાયું અને વિકાસના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે હવે દેશ દુનિયાના વિકસીત દેશોની હરોળમાં જઇ રહ્યો છે. મોદીએ કંડારેલા વિકાસના પથને રાજ્યના પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આગળ ધપાવી રહ્યા છે’ એમ ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય સમારોહમાં રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર જણાવ્યું હતું.
ડીસા કોલેજ મેદાનમાં મંત્રી દિલીપકુમાર ઠાકોરે તિરંગો લહેરાવી સલામી આપી હતી.
આ પ્રસંગે જુદીજુદી શાળા-કોલેજની વિદ્યાર્થિ‌નીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ડીસા અને રસાણા કોલેજની બહેનોએ સ્વબચાવ માટે મેળવેલી જૂડો-કરાટેની તાલીમનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની, સમાજમાં વિશષ્ટિ સેવા પૂરી પાડનાર વ્યક્તિઓ તેમજ રમત-ગમતમાં અવ્વલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. વરસાદી ઝરમર વચ્ચે પોલીસ જવાનોએ પરેડ યોજી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા પોલીસવડા ડી.બી. વાઘેલા, ડીસા પ્રાંત અધિકારી ડો. દિગંત બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ ડો. તેજલબેન પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ સહિ‌ત અધિકારીઓ, સ્થાનિક અગ્રણસઓ, મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.