તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની બજારોમાં ખરીદીની ધુમ, કપડાની દુકાનમાં લાઈનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં ભીડ
- શહેરમાં દીપાવલીની પૂર્વ સંધ્યાએ બજારમાં રોનક દેખાઇ, ટ્રાફિકજામના દ્રશ્યો


દિવાળીના દસેક દિવસો પહેલાં વેપારીઓ બજારમાં ઘરાકી ઓછી હોવાનું રટણ કરતા હતા જ્યારે છેલ્લા કેટલાક દિવસથી બજારમાં ખુલેલો ઘરાકીનો માહોલ શનિવારે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ બજારમાં સર્વત્ર ભીડ જોવા મળી હતી. બજારના મોટાભાગના માર્ગો ઉપર ટ્રાફિકજામ પણ થતો હતો.

આ વખતે દિવાળીના દસેક દિવસ પહેલાં સુધી બજારમાં ઘરાકીનો માહોલ બરોબર જામ્યો ન હોઈ વેપારીવર્ગ ચિંતિત બન્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ધીમેધીમે બજારમાં ખરીદીનો માહોલ બની રહ્યો હતો. કપડાં, કરિયાણું, ફૂટવેર જેવી ચીજોની ખરીદી બાદ છેલ્લા ત્રણેક દિવસથી બજારમાં ફટાકડા, મુખવાસ, મીઠાઈ સહિ‌તની ચીજોની ખરીદી માટે લોકોની ભીડ સતત વધી રહી છે અને શનિવારે તો જાણે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવો માહોલ સર્જા‍યો હતો.

લોકોએ ખરીદી માટે ભીડ જમાવતાં શહેરના તોણવાળી માતાના ચોક, રાજમહેલ રોડ, રંજનનોઢાળ, પીલાજી ગંજ, કૃષ્ણનો ઢાળ સહિ‌ત શહેરના તમામ માર્ગો પર વાહનોના કાફલાને લઈને ટ્રાફિકજામના દૃશ્યો મોડી રાત સુધી જોવા મળ્યા હતા. દિવાળીની છેલ્લી ઘડીની ઘરાકીને લઈને વેપારીવર્ગમાં પણ અનોખા ઉત્સાહનો સંચાર થયો હતો અને વેપાર કરવામાં વ્યસ્ત બન્યા હતા.

મધ્યમવર્ગે બોનસ, પગાર મળતાં છેલ્લા દિવસોમાં દિવાળીની ખરીદી નીકળતાં વેપારીઓના ચહેરા પર ખુશી છલકાઇ ગરીબ શ્રમિક પરિવારો બોનસ અને પગાર રૂપે મળતા બોનસની રાહ જોઈ રહ્યા હતા તો મધ્યમવર્ગમાં પણ બોનસ, પગાર અને રજાની રાહ જોવાઈ રહી હતી. જો કે, છેલ્લા દિવસોમાં બોનસ અને પગાર મળતાં હાથમાં નાણાં આવતાં જ દિવાળીની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડયા હતા. મહેસાણા સહિ‌ત જિલ્લાના અન્ય નગરોમાં પણ શનિવારે ઘરાકી જોવા મળી હતી.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...