કડી માર્કેટયાર્ડમાં 10 હજાર મણ કપાસની આવક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(માર્કેટ યાર્ડમાં કપાસની આવક વધતાં વેપારીઓ હરાજીમાં વ્યસ્ત )

- અઠવાડિયાથી રોજ 200થી વાહનો આવી રહ્યા છે
-
સફેદ સોનાની આવકથી જિનિંગ ઉદ્યોગ ફરી ધમધમ્યો

કડી : કડી કોટન માર્કેટયાર્ડમાં છેલ્લા અઠવાડિયાથી રોજિંદા 200થી વધુ વાહનોમાં 5 થી 10 હજાર મણ કપાસની આવક થતાં સ્થાનિક જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ ધમધમી ઊઠી છે. જ્યારે ખેડૂતોને કપાસના રૂ.820થી રૂ.860 સુધીના ભાવ મળી રહ્યા છે. કડી કોટન માર્કેટયાર્ડમાં છેલ્લા સપ્તાહથી શરૂ થયેલી કપાસની આવકને લઈ જીનર્સ ઇન્ડસ્ટ્રીઝોમાં નવો સંચાર થયો છે. કોટન માર્કેટયાર્ડમાં રોજિંદી 50થી 200 જેટલા વાહનોમાં 5 થી 10 હજાર મણ કપાસની આવક થઇ રહી છે.
આ અંગે એપીએમસીના ચેરમેન વિનોદભાઈ પટેલે જણાવ્યું કે, કોટન માર્કેટયાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસના રૂ.820થી રૂ.860 સુધીના ભાવ મળતાં દિન- પ્રતિદિન માલની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. સાચો તોલ અને રોકડા નાંણાની વ્યવસ્થાને લઈ ખેડૂતવર્ગ અહીં માલ લઇને આવવાનું પસંદ કરે છે. વધુને વધુ જીનર્સો હરાજીમાં ભાગ લેવા આવે અને ખેડૂતોને ઊંચામાં ઊંચા માલના ભાવ મળે તેવા પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું એપીએમસીના સેક્રેટરી યોગેશ પટેલે જણાવ્યું હતું.