તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની હોવા છતાં યુવતી સાથે મૈત્રીકરાર કરી છેતર્યાની ફરીયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેભરવાડાની યુવતીએ ઇડરના ચિત્રોડી ગામના યુવક સહિ‌ત ચાર સામે ફરિયાદ નોંધાવી

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના યુવકે પરિણીત હોવા છતાં સેભરવાડાની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા બાદ ત્રાસ ગુજારતો હોઇ યુવતી આ શખ્સ સહિ‌ત ચાર જણા વિરુદ્ધ વડનગર પોલીસ મથકમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. દસક્રોઇ તાલુકાના ધુમા ગામના અને હાલ વડનગર તાલુકાના સેભરવાડા ગામે રહેતાં અલ્પાબેન દશરથજી ઠાકોર ઇડર તાલુકાના ચિત્રોડી ગામના મુકેશભાઇ કડવાભાઇ પરમારના સંપર્કમાં આવી હતી. મુકેશ પરમાર પરિણીત તેમજ બે બાળકોનો પિતા હોવા છતાં તેની પત્નીને છુટાછેડા આપી અલ્પાબેનને અપનાવવાનો વાયદો કર્યો હતો.

અલ્પાબેને તેની સાથે મૈત્રીકરાર કર્યા હતા અને ત્યાર બાદ પોતાના ઘરે લઇ ગયેલા મુકેશ પરમારે યુવતી પાસે મિલકતમાં કોઇ ભાગ નહીં આપીએ તેવા દસ્તાવેજ પર સહીઓ કરાવી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. ગત ૭ ઓકટોબરે બપોરે ૧૨-૩૦ કલાકે મુકેશ પરમારે પોતાની પત્નીને છુટાછેડા આપવાનો ઇન્કાર કરી અલ્પાબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે વડનગર પોલીસ મથકમાં ચિત્રોડી ગામના મુકેશભાઇ કડવાભાઇ પરમાર, રંજનબેન મુકેશભાઇ, કડવાભાઇ ખુશાલભાઇ અને હરિભાઇ કડવાભાઇ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપી હતી.