નાનીભાલુ ગામે લગ્નના વરઘોડામાં સામાન્ય બાબતે લાકડીઓ ઊછળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સતલાસણા પોલીસમાં સામસામી ફરિયાદમાં કુલ આઠ વિરુદ્ધ ફરિયાદ

સતલાસણા તાલુકાના નાનીભાલુ ગામે શુક્રવારે મોડી સાંજે નીકળેલા લગ્નના વરઘોડામાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ આમને સામને આવી જતાં લાકડીઓ ઉડી હતી અને બેથી વધુને ઈજા પહોંચી હતી. સતલાસણા તાલુકાના નાનીભાલુ ગામમાં શુક્રવારે મોડી સાંજે લગ્નનો વરઘોડો નીકળેલો હોઈ ગામના લોકો વરઘોડો જોવા આવ્યા હતા. દરમિયાન અહીં બાળકો વચ્ચે થયેલી બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. જેમાં કુહાડી, લાકડીઓ વગેરે સાથે બે જૂથ આમને સામને આવી ગયાં હતાં અને એકબીજાને ગડદાપાટુનો માર પણ માર્યો હતો.

આ ઘટનામાં ચૌહાણ રૂપાબા સુરજસિંહ પારખાનસિંહને તેમજ સામાપક્ષે ચૌહાણ કેહરસિંહ શિવસિંહ સહિ‌તને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. ઉપરોક્ત ઘટના બાબતે રૂપાબાએ સતલાસણા પોલીસમાં ચૌહાણ કેહરસિંહ શિવસિંહ, કીરણસિંહ જોરૂસિંહ, શ્યામલસિંહ જોરૂસિંહ, નરેશસિંહ નાથુસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે કેહરસિંહે ચૌહાણ કીરણસિંહ પ્રભાતસિંહ, રામસિંહ સુરજસિંહ, કાકુસિંહ હરીસિંહ તથા વિજયસિંહ રવુસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી પીએસઆઈ કે.બી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.