તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'મિ.નટવરલાલ’ : મોદીએ ૪૨ જણાને બે કરોડનો ચૂનો લગાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં વિટેલ કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી આચરનાર ગિરીશ મોદીએ સર્ટિ‌ફિકેટ પર બનાવટી સહી કરી ૪૨ વ્યકિતઓને છેતર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે ફુલેકા પ્રકરણનો આંકડો ૨ કરોડથી વધુ હોવાનું મનાય છે. મૂળ ફરિયાદીએ અન્ય ભોગ બનનાર વ્યકિતઓના નામની આપેલી યાદીને આધારે પોલીસે તે માર્ગે વધુ તપાસ હાથ ધરી છે.

એલઆઇસી તેમજ પીપીએફનું કામ કરતા અંજનાપાર્ક સોસાયટીમાં રહેતા ગિરીશભાઇ દશરથભાઇ મોદીએ સૌથી પ્રથમ મહેસાણામાં મિઠાઇની દુકાન ધરાવતા નૈલેશભાઇ સુખડીયાને વિશ્વાસમાં લીધા હતા. બે વર્ષ અગાઉ નૈલેશભાઇ પાસે વિટેલ કંપનીમાં નાણાં રોકાવી તેમને રૂ. ૧૩.૪૦ લાખનો ચૂનો લગાવનાર ગિરીશ મોદીએ ખોટો ચેક આપી શ્રીનાથ હોલના પ્રથમ માળે આવેલી ઓફિસ બંધ કરી દેતાં સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

આગળ વાંચો પોલીસ શું તપાસ કરી રહી છે