• Gujarati News
  • CCTV Cameras Are Placed With Public Private Participation Projects Adhdharatala

મહેસાણામાં લોકભાગીદારીથી CCTV કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ અધ્ધરતાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘટના બને ત્યારે દોડાદોડ કરતી પોલીસ, જેની જવાબદારી છે તે નગરપાલિકા તંત્ર અને કંઇક બને ત્યારે ઉહાપોહ મચાવતા વેપારીઓની આળસના કારણે નક્કર પગલાં આજ દિવસ સુધી લેવાયાં નથી

મહેસાણા શહેરમાં ચોરી સહિતના ગુનાઓ બનતા અટકાવવા જાહેર સ્થળો પર લોકભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાનો આદશે આજે માત્ર કાગળ પૂરતો સિમિત રહી ગયો છે. અગાઉ ચોકસીઓની દુકાનો તૂટવાની ઘટના બાદ જાહેર સ્થળોની સાથે દુકાનોમાં હાઇફિકવન્સી ધરાવતા સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજિયાત કરવા છતાં પોલીસ, નગરપાલિકા તેમજ વેપારીઓની આળસના કારણે આ માર્ગે કોઇ નક્કર પગલાં આજ દિવસ સુધી લેવાયાં નથી.
શહેરમાં ધોળેદહાડે ચેન સ્નેચિંગ, વાહનચોરીના બનાવો સામાન્ય થઇ ગયા છે, ત્યારે રાત્રી પેટ્રોિલ્ંાગ છતાં પોલીસના નાક નીચે થતી ઘરફોડ સહિતના ગંભીર ગુનાઓ અટકાવવા શહેરના ચોકસી બજારથી માંડી જાહેર સ્થળોએ લોકભાગીદારીથી સીસીટીવી ટીવી કેમેરા લગાવવા અગાઉ તૈયાર કરાયેલો પ્રોજેક્ટ આજે અધ્ધરતાલ બન્યો છે.

નોંધનીય છે કે, એક વર્ષ પૂર્વે શહેરમાં એક સાથે સાત ચોકસીઓની દુકાન તૂટવાની ઘટના બાદ શહેરના ૨૦૦થી વધુ ચોકસીઓની બેઠક બોલાવીને ભંડોળ એકત્ર કરી ચોકસી બજારમાં સીસીટીવી કેમેરા ગોઠવવા પોલીસ દ્વારા સૂચના અપાઇ હતી. પરંતુ આ સૂચના આજે હવાઇ ગઇ હોય તેમ આ દિશામાં કોઇ કામ દેખાતું નથી. શહેરની તમામ હોટલો, ગેસ્ટહાઉસો સહિતની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવાયું છે, ત્યારે ગુનાખોરી અટકાવવા લોકભાગીદારીથી શહેરના જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા લેવાયેલો નિર્ણય આજે પોલીસ, નગરપાલિકા તેમજ વેપારીઓની આળસના કારણે વિલંબિત રહ્યો છે.

શહેરના ક્યા સ્થળે જરૂરી છે કેમેરા
શહેરના વિસનગર રોડ પર આવેલા બિલાડીબાગ નજીક, તોરણવાળી માતા, ટીબી રોડ, એપોલો એન્કલેવ, રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા, આઝાદચોક, ફુવારા વિસ્તાર, મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર નજીક, ડેરી રોડ સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા જરૂરી છે.

કેમેરા હાઇફિકવન્સીવાળાં જોઇએ
શહેરની હોટલો, ગેસ્ટહાઉસો, વેપારીઓ સહિતને સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવ્યું છે. અહીં દુકાનોમાં નાણાં બચાવવા ઓછી ફિકવન્સી વાળા લગાવાતાં કેમેરાના કારણે કેટલાક કિસ્સામાં ઘટના સમયનું રેકોિડઁગ અસ્પષ્ટ આવતું હોઇ પોલીસ માટે ગુનેગારની ઓળખ કરી તેના સુધી પહોંચવું અશક્ય બની જાય છે.

ગુનાખોરી અટકાવવા સીસીટીવી કેમેરા મહત્વનાં : શહેર પીઆઇ

ઘરફોડ, ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓ બનતા અટકાવવા અને બને તો ઝડપી ગુનેગારો સુધી પહોંચવામાં સીસીટીવી કેમેરા મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું માનતા એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ઘરફોડ ચોરીના વધતા ગુના અટકાવવા શહેરના ચોકસીઓ તેમજ વેપારીઓને સૂચના આપી હતી. ઘટના બાદ સીસીટીવી કેમેરામાં થયેલા રેકોડિંગના આધારે પોલીસ ગુનેગારો સુધી આસાનીથી પહોંચી શકે.


ત્રણેક મહિના લાગશે : ચીફ ઓફિસર

શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે જિલ્લા કલેક્ટરે સૂચના આપી હોવાનું કહેતા નગર પાલિકાના ચીફ ઓફિસર જોશીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બનીને ત્રણ મહિના દરમિયાન લોકભાગીદારીથી શહેરમાં સીસીટીવી કેમેરા ગોઠવવાની કામગીરીમાં જોડાશે. જોકે, જાહેર ચાર રસ્તા પર પોલીસ અને પાલિકા સંયુક્તપણે સીસીટીવી કેમેરા લગાવશે.