• Gujarati News
  • Board Pariksarthio Phavya English, Gujarati Munjhaya

બોર્ડના પરીક્ષાર્થીઓ અંગ્રેજીમાં ફાવ્યા, ગુજરાતીમાં મૂંઝાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખરી પેપર કેવું આવશે?ના ઉચાટ વચ્ચે આસાન પૂછાતાં પરીક્ષાર્થીઓ ગેલમાં
સંસ્કૃત પેપર સાથે એસએસસીના પરીક્ષાર્થીઓની પરીક્ષા પૂર્ણ
ધો.૧૨નું ગુજરાતી વિષયના વ્યાકરણે પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા


ધો.૧૦ની ર્બોડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ શુક્રવારે હળવાક્ષ્લ થયા હતા. અંગ્રેજીનું પેપર આસાન પુછાતાં પરીક્ષાર્થીઓના આનંદનો પાર રહ્યો ન હતો તેમજ હવે શનિવારનું જ એક પેપર બાકી હોવાથી પરીક્ષાર્થીઓ, વાલીઓના ચહેરા પરથી વર્ષભરનો થાક દૂર થયો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. જ્યારે બપોરના સેશનમાં લેવાયેલા ધો.૧૨ના ગુજરાતીના પેપરમાં પુછાયેલ અઘરા વ્યાકરણે પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા હતા.


મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાં વિવિધ ૨૮ કેન્દ્રો પર ૭મીને ગુરુવારથી ધો.૧૦ની ર્બોડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ગણિત, વિજ્ઞાન સહિ‌તના મહત્વના ગણાતા પેપર પણ આસાન પુછાતાં પરીક્ષાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી. જોકે અગાઉના પેપર સહેલા પુછાયા હોવાથી શુક્રવારનું અંગ્રેજી પેપર કેવું પુછાશે? એને લઇને વાલીઓ, વિદ્યાર્થીઓમાં ઉચાટ છવાયો હતો. જોકે બપોરે પેપર પૂરાં થતાં પરીક્ષાખંડમાંથી બહાર આવતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ચમક જોતાં વાલીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. જે પેપરની ચિંતા હતી એવું અંગ્રેજીનું પેપર સહેલુ જતાં માથેથી ભાર ઉતર્યો હોવાનો વિદ્યાર્થીઓ, વાલીઓએ ભાવ વ્યક્ત કર્યો હતો. જ્યારે બપોરે લેવાયેલ ધો.૧૨ના ગુજરાતીના પેપરમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા. પેપર એકંદરે આસાન હતું. જોકે વ્યાકરણ વિભાગે પરીક્ષાર્થીઓને પરસેવે રેબઝેબ કર્યા હતા. નિબંધ પણ ફેરવીને પુછાયો હોવાનું વિદ્યાર્થીઓ, વિષય તજજ્ઞોએ જણાવ્યું હતું.


અંગ્રેજી અંગે કોણ શું કહે છે?
અંગ્રેજીના પેપરને લઇને સવારે મનમાં ભય હતો કે પેપર કેવું આવશે? પરંતુ પેપર હાથમાં આવતાં જ ભય દુર થયો હતો. પેપર એકંદરે સહેલું હતું. બુક્સ અને માય ફેવરીટ ફેસ્ટીવલ બે એસે પણ આસાન પુછાતાં લખવાની મજા પડી હતી.

-અંકિતા દેસાઇ, પરીક્ષાર્થી


અંગ્રેજીનું પેપર એકંદરે ઘણું સરળ અને ર્બોડના માળખા મુજબનું જ છે. હોશિયારથી લઇને સામાન્ય બધા જ વિદ્યાર્થીઓ માટે પેપર સારું કહી શકાય. ગ્રામર પણ એકંદરે આસાન પુછાયું છે. હોશિયાર વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે તો સામાન્ય વિદ્યાર્થીઓને પણ પાસ થવામાં મુશ્કેલી ના પડે એવું પેપર પુછાયું છે.

-ધર્મેન્દ્રભાઇ અને વિષ્ણુભાઇ, વિષય શિક્ષક

ગુજરાતી અંગે કોણ શું કહે છે?
નિબંધ અને વ્યાકરણના કેટલાક સવાલો ફેરવીને પુછાયા હતો. જોકે પેપર એકંદરે ઘણું સરસ હતું. જવાબ લખવામાં સમય પણ પ્રમાણસર રહ્યો હતો. -પ્રતિક્ષા ચૌધરી, પરીક્ષાર્થી હોશિયાર વિદ્યાર્થીઓને મજા એવું પેપર હતું. સામાન્ય વિદ્યાર્થીઓ માટે કેટલેક અંશે અઘરૂ અને મધ્યમ પ્રકારનું કહી શકાય, સંક્ષિપ્ત, ગદ્ય અને વ્યાકરણ સહિ‌તના કેટલાક સવાલ સામાન્ય વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મુકે એવા છે, મોંઘવારી અંગેનો નિબંધ મધ્યમ વર્ગની હાડમારીઓ એમ ફેરવીને પુછાયો હોવાથી સામાન્ય વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી સમાન કહી શકાય. બાકી એકંદરે પેપર સરળ અને ર્બોડના પરીરૂપ મુજબનું છે.

-હર્ષદભાઇ ચૌધરી, વિષય શિક્ષક