• Gujarati News
  • An Important Role Of The Media For Democracy To Keep Breathing

લોકશાહીને ધબકતી રાખવામાં મીડિયાની મહત્ત્વની ભૂમિકા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પરિસંવાદને જિલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો)
પરિસંવાદ : મહેસાણામાં રાષ્ટ્રીય પ્રેસ દિન ઊજવાયો
સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા : અખબારોની ભૂમિકા વિશે પરિસંવાદ
મહેસાણા: ચોથી જાગીર કહેવાતા મીડિયાએ નિષ્ઠાપૂર્વક સત્ય લોકો આગળ લાવીને લોકશાહીના આત્માને ધબકતો રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ રાષ્ટ્રીય પ્રેસ દિન નિમિત્તે સરકીટ હાઉસ ખાતે યોજાયેલા પરિસંવાદમાં જિલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું. રાષ્ટ્રીય પ્રેસ દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રેસ અકાદમી અને મહેસાણા જિલ્લા માહિતી કચેરી દ્વારા સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા : અખબારોની ભૂમિકા વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ઈન્ચાર્જ જિલ્લા માહિતી અધિકારી ડી.પી. રાજપૂતે પત્રકારો અને આમંત્રિતોને આ‌વકાર્યા બાદ સાર્વજનિક એમએસડબ્લ્યુનાં આચાર્યા ક્રાંતિબેન ત્રિવેદીએ નિર્ભયા કેસમાં મીડિયાના કારણે જ ઝડપી કાર્યવાહી થઈ અને ન્યાય મળ્યો તે બાબતનો ઉલ્લેખ કરી સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા, વ્યસન, કૂપોષણ, અંધશ્રદ્ધા, બાળલગ્ન જેવા સંવેદનશીલ પ્રશ્નો દૂર કરવામાં મીડિયા હકારાત્મક ભૂમિકા ભજવે તેમ કહ્યું હતું. જ્યારે જિલ્લા સરકારી વકીલ ચંદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સમાજની દશા જોઈને તેને કઈ દિશામાં લઈ જવી તે પત્રકારોની કલમે લખાય છે. લોકો તમારામાં વિશ્વાસ રાખે છે, જે હોય તે સત્ય નિડરતાથી લખોે. કાર્યક્રમનું સંચાલન ભાવનાબા રાજપૂતે તેમજ આભારવિધિ માિહતી મદદનીશ નરેન્દ્ર પંડ્યાએ કરી હતી.