ભાઈના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યો ને બસે જિંદગી વેરી નાંખી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉશ્કેરાયેલા ટોળાએ બસ સળગાવી
લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા બાઇકસવાર બે યુવાનોનાં મોતથી તંગદિલી
રૂપપુરા ગામના સરપંચનો પુત્ર તેના મોટાભાઇના લગ્નની કંકોત્રી આપવા મિત્ર સાથે બાઇક લઇને જતો હતો, ત્યારે બસ સાથે અકસ્માત


મંગળવારે સાંજના સમયે બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામના સરપંચનો પુત્ર તેના મોટા ભાઇના લગ્નની કંકોત્રી વહેંચવા મિત્ર સાથે બાઇક લઇ બહુચરાજી તરફ જતો હતો, ત્યારે કરણપુરા પાટિયા નજીક સામેથી આવતી એસટી બસ સાથે ટકરાતાં બંને યુવાનોનાં મોત થયાં હતા. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ બસને આગ ચાંપતાં તંગદિલી ભર્યો માહોલ ખડો થયો હતો. જોકે, પોલીસે દોડી આવી મામલો થાળે પાડયો હતો. બીજીબાજુ જે ઘરમાં ટૂંક સમયમાં લગ્નની શરણાઇઓ વાગવાની હતી, તે ઘરના જ એક જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

રૂપપુરા ગામના સરપંચ કનુભા ઝાલાના મોટા પુત્રના લગ્ન હોઇ તેમનો નાનો પુત્ર અરવિંદકુમાર ઊર્ફે પીન્ટુ કનુભા ઝાલા (૧૯) તેના મિત્ર મહિ‌પતસિંહ ઊર્ફે ટીનો ઉદેસિંહ ઝાલા સાથે બાઇક (જીજે-૨ બીબી-૩૯૩૩) લઇ મંગળવારે સાંજના ચારેક વાગ્યે રૂપપુરાથી બહુચરાજી કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા હતા. ત્યારે મહેસાણા-બહુચરાજી હાઇવે પર આવેલા કરણપુરા પાટિયા નજીક સામેથી આવતી બહુચરાજી એસટી ડેપો સંચાલિત બહુચરાજી- કૃષ્ણનગર બસ (જીજે-૧૮ વાય-૩પ૩૮)ને ટકરાતાં બાઇકચાલક અરવિંદ કનુભા ઝાલાનું માથાના ભાગે ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મહિ‌પતસિંહ ઉદેસિંહ ઝાલાને ગંભીર હાલતમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં બહુચરાજીના પીએસઆઇ જે.એચ. સિંધવ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બસને લગાવાયેલી આગને ઓલવવા તજવીજ હાથ ધરી હતી. મૃતક અરવિંદ ઝાલાના મૃતદેહ બહુચરાજી સિવિલમાં પોસ્ટર્મોટમ કરી તેના પરિવારજનોને સોંપાયો હતો.

આગળ વાંચો વધુ અહેવાલ...

બસને આગ ચાંપતાં જીવ બચાવવા મુસાફરોની નાસભાગ
એસટી બસ સળગીને હાડપિંજર જેવી બની ગઇ