તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ લીટરસી ડે: અમેરીકામાં બે પ્રકારના VIP- વૈજ્ઞાનિક અને શિક્ષક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(રોટરી ક્લબ ઓફ મહેસાણા અને વિસનગર દ્વારા બાસણા કોલેજમાં ભણતર સાથે ઘડતર ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો )
મહેસાણા: રોટરી ઈન્ટરનેશનલના ટીચ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ લીટરસી ડે નિમિત્તે રોટરી ક્લબ ઓફ મહેસાણા અને વિસનગરના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે બાસણાની મરચન્ટ કોલેજમાં ટીચર્સ ટ્રેઈનિંગ પ્રોગ્રામ ‘ભણતર સાથે ઘડતર’ યોજાયો હતો. સેમિનારનો હેતુ સમજાવતાં રોટરી પ્રમુખ ડૉ.ધિરેન શાહે જણાવ્યું હતું કે, અમેરિકામાં બે પ્રકારના વીઆઈપી હોય છે, વૈજ્ઞાનિક અને શિક્ષક, ફ્રાંસના ન્યાયાલયોમાં ફક્ત શિક્ષકોને ખુરસી પર બેસવાનો હક છે, કોરિયામાં શિક્ષક પાસે મંત્રી જેટલા અધિકાર હોય છે, આપણા દેશમાં પણ ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સમકક્ષ ગણવામાં આવે છે.
તેથી જ આ સેમિનારમાં તાલીમ લઈને ગયેલા શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં ઘડતરમાં અગત્યનો ભાગ ભજવશે. સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી.પટેલ, પીડીજી જગદીશ પટેલ, ડૉ. શોભા ખંડેલવાલ, ડીજીઈ મૌલિન પટેલ, દિનેશભાઈ પ્રજાપિત સહિતે જુદાજુદા વિષયો પર પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે રોટે.નિગમ ચૌધરી, ટીચ કમિટી ચેરમેન કલ્પેશ શાહ, સેક્રેટરી અલ્પેશ શાહ, કલ્પેશ પટેલ, અમીન પંડ્યા, શૈલેષ ગાંધી, નીતા વ્યાસ, અજય શર્મા, અતુલ પંડિત, પ્રવિણ પટેલ, પ્રતાપભાઈ ચૌધરી સહિત સભ્યો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો