તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેડુવા-હનુમંતના સરપંચના સર્મથનમાં આવેલી મહિલાઓનો DDOના ચેમ્બરમાં ઘુસી હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: હેડુવા-હનુમંત ગામના સરપંચ છેલ્લા દિવસથી તલાટી અને ટીડીઓની બદલીને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે સોમવારે 4 દિવસ વિત્યા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં સરપંચના સમર્થનમાં આવેલી મહિલાઓ બપોરે ડિડિઓની ચેમ્બરમાં ઘુસી જઇ સુત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ આ નાટકિય વિરોધ શાંત પડ્યો ત્યાં તો સાંજે જિલ્લાના તલાટી મંડળે ડિડિઓની મુલાકાત લઇ આ મામલે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ તલાટી કાળીપટ્ટી બાંધી કામ કરશે તેવું જણાવી દીધુ હતું.

છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હેડુવા-હનુમંતના સરપંચ સંજયકુમાર પરમારની રવિવારે રાત્રે બીજી વખત તબીયત લથડતાં તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. 4-4 દિવસનો સમય વિત્યા છતાં તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતાં સરપંચના સર્મથનમાં આવેલી 30 થી વધુ મહિલાઓ સોમવારે બપોરે ડિડિઓ જે.બી.પટેલની ચેમ્બરમાં ઘુસી જઇ તલાટીની બદલી કરોના સુત્રોચ્ચાર કર્યા હતા.
 
ત્યારે ડીડીઓએ 5 મિનીટ પછી બોલાવાનું કહેતાં મામલો ગરમાયો હતો. જેને લઇ ડીડીઓએ પોલીસને બોલાવી હતી. જેમાં પોલીસ દ્વારા મહિલાઓને સમજાવી ચેમ્બરમાંથી બહાર લઇ જઇ રહ્યા ત્યારે ડે.ડિડિઓ આર.ડી.બારોટ અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ધક્કામુકી સર્જાઇ હતી. 
અન્ય સમાચારો પણ છે...