ઊંઝા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર જૂની અદાવતમાં હિંસક હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા:  ઊંઝા શહેર યુવા ભાજપ પ્રમુખ નિતિશ પટેલને અગાઉના ઝઘડાના સમાધાનના મુદ્દે મંગળવારે રાત્રે પોતાની ઓફિસ પર બોલાવી લોખંડની પાઇપ અને સળિયાથી જીવલેણ હુમલો કરનારા ઊંઝાના ધર્મેન્દ્ર ઉર્ફે ધમા સહિત 4 વ્યક્તિઓની સ્થાનિક  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આ મામલો શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે ઊંઝા બાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો.
 
ઊંઝાની દુર્ગાનગર સોસાયટીમાં રહેતા શહેર યુવા ભાજપ પ્રમુખ નિતિશકુમાર ચંદ્રકાન્ત પટેલે મંગળવારે રાત્રે ઊંઝાના ધર્મેન્દ્ર ઉર્ફે ધમાને ફોન કરી અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાબતે વાતચીત કરી કાર લઇ વિસનગર રોડ પર આવેલા જાગીર કોમ્પલેક્ષમાં ધમાની ઓફિસે ગયા હતા. રાત્રે 11-15 કલાકે નિતિશ પટેલ ફોન પર થયેલી વાતચીત મુજબ ધર્મેન્દ્ર પટેલની ઓફિસની બહાર કારમાંથી નીચે ઉતર્યો જ હતો, ત્યાં અહીં હાજર ધર્મેન્દ્ર અને તેના અન્ય 3 સાગરિતોએ ભેગા મળી લોખંડની પાઇપ અને સળિયા વડે હુમલો કર્યો હતો. માથામાં થયેલી ગંભીર ઇજાને પગલે લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત નિતિશ પટેલને કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે આપેલા નિવેદનના આધારે ઊંઝા પોલીસે  ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રાયચંદભાઇ પટેલ, રવિ પંચાલ, જગો ટેની અને  ભાવેશ ડ્રાઇવર વિરુદ્ધ જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
 
મામલો શું હતો
દોઢ મહિના અગાઉના ઝઘડાની અદાવત રાખી નિતિશ પટેલ સહિતના લોકોએ ધર્મેન્દ્ર ઉર્ફે ધમા પટેલના મોટાભાઇ અને પાલિકા પ્રમુખના પતિ જીતુભાઇ  પટેલ પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી હતો અને આ સંબંધે ઊંઝા પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાયો હતો. આ મામલે લાંબા સમયથી ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે  સમાધાનના મુદ્દે  બંને પક્ષો ભેગા થતા હુમલો થયો હોવાનું મનાય છે.
અન્ય સમાચારો પણ છે...