તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખનું નામ BPL યાદીમાં, કલેક્ટરે ખુલાસો માંગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વિજાપર:સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજના અંતર્ગત વિજાપુર નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલી સાભાર્થીઓની યાદીમાં સત્તાનો દુરપયોગકરીને પોતાનું નામ સામેલ કરવાના મુદે કરવામાં આવેલી રજુઆતને પગલે પાલીકાના પુર્વ ઉપપ્રમુખને આજે ખુલાસો કરવા મહેસાણાના કલેકટરે આદેશ કર્યા છે જેને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે.
વિજાપુર શહેરમાં વસવાટ કરતાં ગરીબ પરિવારોની સુર્વણ જયંતી શહેરી રોજગાર યોજના અંતર્ગત સન1998માં બીપીએલ યાદી તૈયાર કરાઇ હતી. જેમાં વીઆઇજે 1/237નંબરે ઠાકોર દિવાનજી ગંગજીનું નામ લાભાર્થી તરીકે સામેલ કરવામાં આવ્યું હતુ. જેમાં સુધારો કરીને વિજાપુર નગર પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ દિવાનસિંહ નાનસિંહ ઝાલાએ પોતાની સતાનો દુરઉપયોગ કરીને પોતાનું નામ લાભાર્થી તરીકે દાખલ કરાવી લીધું હતું.
આ હકીકતની જાણ વિજાપુર પાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિક બારોટને થતાં તેમણે તા.17 એપ્રિલ 2015ના રોજ મહેસાણા કલેકટરને રજુઆત કરીને સત્તાનો દુરઉપયોગ કરી બીપીએલ લાભાર્થી તરીકેનેા લાભ મેળનાર કોંગ્રેસના સદસ્ય દિવાનસિહ ઝાલા સામે કાર્યદેસરની કાર્યવાહી કરી સભ્યપદેથી દુર કરવા માંગ કરી હતી.જેના પગલે મહેસાણા કલેકટર આલોક પાંડેએ પાલિકાના પુર્વ ઉપપ્રમુખને 38/1 પ્રમાણે નોટીસ ફટકારી ખુલાસો કરવા માટે તા.18 જુલાઇ 2016ના રોજ હાજર રહેવાનો આદેશ કર્યા છે
પત્નીનું નામ પણ સામેલ કરાવ્યું
શહેરી રોજગાર યોજના અનવયે 1998ની બીપીએલ યાદીમાં પોતાના નામમાં સુધારો કરાવીને તેમાં પોતાની પત્નીનું નામ ખોટી રીતે સામેલ કરાવી સત્તાનો દુરઉપયોગ કર્યા છે જેના કારણે તેમને સભ્યપદેથી દુર કરવા માંગણી કરી છે તેવું પુર્વ નગરપાલિકાના પમુખ પ્રતિક બારોટે જણાવ્યું હતું
યાદીમાં થયેલા સુધારાની પ્રકિયા શંકા ઉપજાવે છે
વિજાપુર નગરપાલિકા હસ્તકની શહેરી રોજગાર યોજના અનવયેની બીપીએલ યાદીમાં પુર્વ ઉપપ્રમુખનું નામ દાખલ કરવાની સુધારા પ્રકિયામાં થયેલી કાર્યવાહી તેમજ જેના આધારે સુધારો કરાયો છે તે દસ્તાવેજો અને સુધારાની અરજ પણ શંકા ઉપજાવનાર હોવાનુ સપષ્ટ જણાયી રહયું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો