તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'મારે સાધ્વીજી બનવું હતું પરંતુ બની શકી નથી, મારો ભાઇ મને લેવા આવશે'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: મારે સાધ્વીજી બનવું હતું પરંતુ બની શકી નથી, મારો ભાઇ મને લેવા આવશે....આ શબ્દો છે શહેર એ ડીવીજન પોલીસ મથકની બે દિવસથી મહેમાન બનેલી યુવતીના.જૈન પરિવારની હોવાની ઓળખ આપતી અને ફાંકડુ અગ્રેજી બોલતી યુવતીએ આપેલા સરનામા તપાસ દરમિયાન ખોટા હોવાનું ખુલતા પોલીસ પણ મુંઝાઇ છે. યુવતીના મામલે વિસામણમા મુકાયેલી પોલીસે તેની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
આપેલા મોબાઇલ નંબરો મુંબઇના હોવાનું ખુલતા પોલીસ ગૂંચવાઇ
શહેરના તોરણવાળીમાતાના ચોકમાંથી બે દિવસ પૂર્વે રાત્રી 10.30 કલાકે યુવાનો વચ્ચે ઘેરાયેલી 30 વર્ષની યુવતીને નગરસેવક સંજય બારોટ શહેર એ ડીવીજન પોલીસ મથક લઇ ગયા હતાં. યુવતીએ પોતે બરોડા એસટી ડેપો નજીક આવેલી નવજીવન સોસાયટીમા રહેતી હોવાની ઓળખ આપી હતી પરંતુ તેણે બતાવેલા સરનામે કોઇ રહેતુ ન હોવાનું તેમજ તેણે આપેલા મોબાઇલ નંબરો મુંબઇના હોવાનું ખુલતા પોલીસ ગૂંચવાઇ છે.
યુવતી મહારાજ સાહેબના પ્રવચનો સાંભળીને સાધ્વી બનવાની ઇચ્છા હોવાની વાતો કરતી
માથે મુંડન કરાયેલી યુવતી મહારાજ સાહેબના પ્રવચનો સાંભળીને સાધ્વી બનવાની ઇચ્છા હોવાની વાતો કરતી હોઇ પોલીસે જૈન સમાજના આગેવાનો દિનેશભાઇ શાહ સહિતને સાથે રાખી યુવતીની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો છે. યુવતીની જમવાની અને રહેવાની સગવડ શહેર પીઆઇ સિસોદિયાએ ઉઠાવી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો