તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા સિવિલમાંથી ચોરીનો આરોપી 2 પોલીસ જવાનોને ધક્કો મારી ભાગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચોરીનો આરોપી મગાજી હિરાજી ઠાકોર)
મહેસાણા: મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પુરુષ મેડિકલ વોર્ડના સ્પેશિયલ રૂમમાં દાખલ કરાયેલા વાહનચોરીના આરોપીએ શુક્રવારે મધરાતે પેટમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ કરતાં તેને ટ્રોમા સેન્ટરમાં લઇ જવાતો હતો, ત્યારે જાપ્તામાં રહેલા 2 પોલીસોને ધક્કો મારી નાસી ગયો હતો. જેને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. રાતભરની શોધખોળને અંતે બી ડિવિજન પોલીસે ગુનો નોંધ્યો છે. વાહન ચોરીના ગુનામાં જેલમાં ગયાના માત્ર 9 કલાકમાં જ આરોપી ભાગી જવાની ઘટનાએ પોલીસને વિચારતી કરી મૂકી છે.
પુરુષ સર્જીકલ વોર્ડના સ્પેશિયલ રૂમમાં ખાસ બનાવેલા કેદીવોર્ડમાં રખાયો હતો
તાજેતરમાં મહેસાણાની વાહનચોરીના ગુનામાં ઝડપાયેલા લાંઘણજના મંગાજી હીરાજી ઠાકોરને શુક્રવારે સાંજના કોર્ટે મહેસાણા સબજેલમાં મોકલી આપ્યો હતો. સાંજે 6-30 કલાકે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરનાર મંગાજીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પુરુષ સર્જીકલ વોર્ડના સ્પેશિયલ રૂમમાં ખાસ બનાવેલા કેદીવોર્ડમાં રખાયો હતો. જ્યાં લોકરક્ષક હરેશજી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેશગીરીને તેના જાપ્તામા મૂકાયા હતા. મધરાત્રે 3-30 કલાકે મંગાજીએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી તાત્કાલિક સારવાર માટે કાગારોળ કરી મૂકી હતી. જેને પગલે ટ્રોમા સેન્ટરમાં લઇ જવાઇ રહેલો મંગાજી સિવિલના પગથિયાં ઉતરતાં જ બંને જાપ્તા પોલીસને ધક્કો મારીને ભાગી ગયો હતો. જાપ્તા પોલીસે પોલીસ મથકને જાણ કર્યા બાદ એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી ભાગ્યા બાદ પોલીસ ફાંફે ચઢી
સિવિલના પગથિયા ઉતરતા ધક્કો મારીને ભાગેલો મંગાજી કઇ દિશામાં ભાગ્યો તે જ જાપ્તા પોલીસને ખબર નથી. સિવિલમાં ટ્રોમા સેન્ટરને બાદ કરતાં રાત્રિના સમયે સિક્યુરિટી મૂકાતી ના હોવાના કારણે આરોપીને ભાગવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. જોકે, આરોપી ભાગ્યો છે કે કેમ, ભાગ્યો તો કયા માર્ગે ભાગ્યો તે જાણવા પોલીસે સિવિલમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રજા હોવાના કારણે તે મળી શક્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વોર્ડના સ્પેશિયલ વોર્ડમાં જ કેદીવોર્ડ
સિવિલ સત્તાવાળાઓએ કેદીને રાખવાની અલાયદી વ્યવસ્થા કરવાના બદલે અત્રેના પુરુષ સર્જીકલ વોર્ડના સ્પેશિયલ રૂમને કેદી વોર્ડમાં ફેરવી દીધો છે. માત્ર 2 પથારીવાળા આ વોર્ડમાં ગમે ત્યારે કેદી ભાગી જાય તેવી સ્થિતિ છે. કેદીની સારવારની જવાબદારી આરએમઓની છે. આ સંજોગોમાં તેની તબિયત કથળે ત્યારે ર્ડાકટરે વોર્ડમાં જઇને તેને સારવાર આપવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં આરોપીને વોર્ડને બદલે સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઇ જવાઇ રહ્યો હતો, જે બાબત ચર્ચાસ્પદ બની છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો